મેક સ્ટાર કેસમાં યસ બેંકને ઝટકો, NCLAT એ Insolvency નો આદેશ પલટ્યો, લોન આપવાની રીત પર સવાલ ઉઠાવ્યો
Yes Bank NCLAT Order : મેક સ્ટાર માર્કેટિંગ કેસમાં યસ બેંકને મોટો ઝટકો લાગ્યો છે. NCLAT એ ઈન્સોલ્વન્સી (નાદારી) નો આદેશ ફગાવ્યો છે. જાણો શું છે આ સમગ્ર મામલો.
Yes Bank: મેક સ્ટાર માર્કેટિંગ કેસમાં યસ બેંકને મોટો ઝટકો લાગ્યો છે. NCLAT એ ઈન્સોલ્વન્સી (નાદારી) નો આદેશ ફગાવ્યો છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ રીતે કહ્યું કે ઋણની શરતો પરસ્પર સાંઠગાંઠ તરફ ઈશારો કરે છે. લોનના નામ પર જે રકમ કંપનીને આપવામાંઆવી તે 1-2 દિવસમાં જ યસ બેંક પાસે પાછી આવી ગઈ. નેશનલ કંપની લો અપીલન્ટ ટ્રિબ્યુનલ (NCLAT) એ મેક સ્ટાર માર્કેટિંગ વિરુદ્ધ નાદારી પ્રક્રિયા શરૂ કરવાનો NCLAT ના આદેશને રદ કર્યો છે. ટ્રિબ્યુનલની ખંડપીઠે કહ્યું કે યસ બેંક તરફથી અપાયેલી ટર્મ લોન આંખો ખોલનારી છે. આ પ્રકારની લેવડદેવડ ફાઈનાન્શિયલ લોનના દાયરામાં આવતી નથી. આવી સ્થિતિમાં સુરક્ષા એસેટ રિકન્સ્ટ્રક્શનને ફાઈનાન્શિયલ ક્રેડિટર ગણી શકાય નહીં.
147 કરોડની લોન આપી હતી
ટ્રિબ્યુનલે કહ્યું છે કે મેક સ્ટારના નામ પર યસ બેંક તરફથી મંજૂર 147.6 કરોડ રૂપિયાના કરજમાંથી 99 ટકાથી વધુ રકમ કાં તો બેંકને તે જ દિવસે કે પછી બહુ ઓછા સમયમાં પાછી મળી ગઈ. આ લેવડદેવડ પાછળ બેંકનો કોઈ છૂપો હેતુ હોઈ શકે છે. સાંઠગાંઠવાળી લેવડદેવડના કારણે તે ઈન્સોલ્વન્સી કાયદાની કલમ 5(8) હેઠળ નાણાકીય કરજની વ્યાખ્યામાં આવતું નથી. યસ બેંકે 147.6 કરોડ રૂપિયાની લોન આપી હતી અને બાદમાં તે લોનને સુરક્ષા એસેટ રિકંસ્ટ્રક્શન કંપનીને વેચી દેવાઈ હતી.
જાણો સમગ્ર મામલો
NCLAT એ 27 ઓક્ટોબર 2021ના રોજ NCLAT તરફથી બહાર પડેલા આદેશને રદ્દ કર્યો. NCLAT ની મુંબઈ પીઠે સુરક્ષા એસેટ રિકંસ્ટ્રક્શનની અરજીના આધાર પર મેક સ્ટાર માર્કેટિંગ (Mack Start Marketing) વિરુદ્ધ નાદારી પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. યસ બેંક તરફથી સુરક્ષા એસેટ રિકંસ્ટ્રક્શનને કરજ આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા.
NCLAT ની આકરી ટિપ્પણી
યસ બેંકે મેક સ્ટાર માર્કેટિંગને 147.6 કરોડ રૂપિયાની લોન આપી હતી. લોન 100 કરોડ રૂપિયાના ખર્ચથી 2 વર્ષ પહેલા બનેલા બિલ્ડિંગ કેલેડોનિયાના રિપેરિંગ માટે અપાઈ હતી. પરંતુ 99 ટકા રકમ એક દિવસ કે બહુ જ ઓછા સમયમાં ફરીને પાછી યસ બેંકમાં આવી ગઈ. આથી NCLAT એ તેને સાંઠગાંઠવાળું ટ્રાન્ઝેક્શન ગણ્યું. ગત વર્ષ સપ્ટેમ્બરમાં મેક સ્ટાર વિરુદ્ધ NCLATએ ઈન્સોલ્વન્સી (નાદારી)ની અરજી મંજૂર કરી હતી. હવે કંપનીનું મેનેજમેન્ટ ફરીથી પહેલાની જેમ બહાલ થઈ શકશે.
કેવી રીતે થઈ હતી રાણા કપૂરની ધરપકડ
થોડા સમય પહેલા ઈડીએ મેક સ્ટાર ગ્રુપ મામલે યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી હતી. HDIL ની મેક સ્ટાર ગ્રુપમાં એક ભાગીદારી હતી અને તેણે મેક સ્ટારમાં અન્ય હિતધારકની જાણકારી વગર યસ બેંક પાસેથી લોન લીધી હતી. મેક સ્ટાર સમૂહે પોતાના એક નવા પ્રોજેક્ટના રિનોવેશનના નામ પર લોન લીધી હતી. લોન આપવાની પદ્ધતિ સંદિગ્ધ હતી કારણ કે તે પ્રોજેક્ટના રિપેરિંગ અને રિનોવેશનના હેતુથી ઉધાર લેવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube