SG Finserve Share:  એસજી ફિનસર્વે છેલ્લા ચાર વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. માર્ચ 2020માં આ શેર 2.8 રૂપિયાના ભાવ પર હતો જે હવે વધીને લગભગ 429 રૂપિયા પર પહોંચી ગયો છે. આ 16000 ટકાથી વધુ રિટર્ન છે. તેનો મતલબ છે કે જો કોઈ ઈન્વેસ્ટરે માર્ચ 2020માં આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 1.52 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. પરંતુ એક વર્ષમાં સ્ટોકમાં થોડો સુધાર થયો છે, લગભગ 14 ટકાનો ઘટાડો આવ્યો છે. તેમાં 2024 YTD માં પણ 12 ટકાનો ઘટાડો થયો છે અને આ વર્ષે અત્યાર સુધી 3માંથી 1 મહિનામાં સકારાત્મક રિટર્ન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરની સ્થિતિ
સતત બે મહિનાના ઘટાડા બાદ એપ્રિલના પ્રથમ સત્રમાં આ શેરમાં 5 ટકાથી વધુની તેજી આવી હતી. આ વર્ષે માર્ચમાં તેમાં 9 ટકા અને ફેબ્રુઆરીમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આ વચ્ચે જાન્યુઆરીમાં સ્ટોક 2.8 ટકા ઉપર હતો. વર્તમાનમાં આ શેર 429 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. સ્ટોક 26 માર્ચ 2023ના પોતાના ઓલ ટાઈમ હાઈ 748 રૂપિયાથી લગભગ 42 ટકા નીચે આવ્યો છે. આ વચ્ચે તે પોતાના 52 સપ્તાહના નિચલા સ્તર 384.95 રૂપિયાથી માત્ર 11 ટકા વધ્યો છે. 


આ પણ વાંચોઃ નોકરી હોય તો આવી, ₹30 કરોડનુ ઇન્ક્રીમેન્ટ, દૈનિક પગાર 45 લાખ રૂપિયા, કોણ છે આ ભારતીય


કંપની વિશે જાણો
એસજી ફિનસર્વ લિમિટેડ બ્રોકિંગ, ડિસ્ટ્રિબ્યૂટર્સ, ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ, ઓનલાઈન ટ્રેડિંગ, ફંડ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને વીમા સેવાઓ પ્રદાન કરે છે. કંપની પહેલા મૂંગિયા સિક્યોરિટીઝ લિમિટેડના નામથી ઓળખાતી હતી. એસજી ફિનસર્વ લિમિટેડની સ્થાપના 1994માં થઈ હતી, તે ગાઝિયાબાદ સ્થિત છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે એટલે તમારા એડવાઇઝરની સલાહ જરૂર લો)