નોકરી હોય તો આવી, ₹30 કરોડનું ઇન્ક્રીમેન્ટ, દૈનિક પગાર 45 લાખ રૂપિયા, જાણો કોણ છે આ ભારતીય

JOB : માર્ચનો મહિનો સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-2024 સમાપ્ત થઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે કોર્પોરેટ કંપનીઓમાં એપ્રેઝલની સીઝન શરૂ થઈ જશે. તમે પણ નોકરી કરતા હશો તો પગાર વધારા અને પ્રમોશનની રાહ જોઈ રહ્યાં હશો.

આઈબીએમના સીઈઓનો પગાર

1/4
image

IBM CEO Salary: માર્ચનો મહિનો સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-2024 સમાપ્ત થઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે કોર્પોરેટ કંપનીઓમાં એપ્રેઝલની સીઝન શરૂ થઈ જશે. તમે પણ નોકરી કરતા હશો તો પગાર વધારા અને પ્રમોશનની રાહ જોઈ રહ્યાં હશો. કોઈનો પગાર 5000 રૂપિયા વધી જશે તો કોઈના પગારમાં 10-15 હજારનો વધારો થશે. પરંતુ અરવિંદ કૃષ્ણાની કંપનીએ તેમને લાખ-બે લાખ નહીં પરંતુ 30 કરોડ રૂપિયાનું ઈન્ક્રીમેન્ટ આપ્યું છે.   

30 કરોડનું ઈન્ક્રીમેન્ટ

2/4
image

આઈબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણાને કંપનીએ વર્ષ 2023માં 30 કરોડ રૂપિયાનું ઈન્ક્રીમેન્ટ આપ્યું છે. લાંબા સમયથી કંપનીમાં જોડાયેલા અરવિંદ કૃષ્ણાનો પગાર વધારો સમાચાર બની ગયો છે. આઈબીએમમાં ભારતીય સીઈઓ અરવિંદ કૃષ્ણા મોટા પગાર પર કામ કરી રહ્યાં છે. દિગ્ગજ ટેક કંપનીની કમાન સંભાળી રહેલા અરવિંદ કૃષ્ણા 34 વર્ષથી કંપની સાથે છે.  

દરરોજનો પગાર 45 લાખ

3/4
image

વર્ષ 1990માં IBM જોઈન કરનાર અરવિંદ કૃષ્ણાનો પગાર સાંભળી તમારા હોશ ઉડી જશે. તેમનું વાર્ષિક પેકેજ 154 કરોડ રૂપિયા છે. એટલે કે તેમનો એક દિવસનો પગાર આશરે 45 લાખ રૂપિયા છે.

2020માં બન્યા હતા સીઈઓ

4/4
image

પગાર 135 કરોડ રૂપિયા હતો, જેને વધારી 154 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. વર્ષ 2020થી આઈબીએમની કમાન સંભાળી રહેલા અરવિંદ કૃષ્ણાએ કંપનીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તેમની આગેવાનીમાં કંપનીએ રેડ હેટ કંપનીનું અધિગ્રહણ કર્યું હતું. તેમના નેતૃત્વમાં તમામ મોટા પ્રોજેક્ટ પૂરા થયા હતા. નોંધનીય છે કે આઈબીએમ વિશ્વની સૌથી જૂની ટેક કંપનીઓમાં સામેલ છે. કંપનીનું માર્કેટ કેપ 14.57 લાખ કરોડ રૂપિયા છે.