નવી દિલ્હીઃ શાપૂરજી પાલોનજી ગ્રુપના  (Shapoorji Pallonji Group) ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રી (Pallonji Mistry) નું 93 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ તેની જાણકારી આપી છે. કંપનીના તમામ મોટી સિદ્ધિઓમાં મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બિલ્ડિંગનું નિર્માણ પણ કરાવવાનું પણ સામેલ છે. મહત્વનું છે કે કન્સ્ટ્રક્શન સિવાય ઘણા અન્ય સેક્ટરમાં તેમણે કંપનીને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિકા સુધી ફેલાયેલો છે કારોબાર
શાપૂરજી પાલોનજી ગ્રુપની હાજરી એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી અને ફાઇનાન્સ સર્વિસના સેક્ટરમાં છે. અલગ-અલગ કંપનીઓમાં આ સમૂહ માટે 50 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. ભારત સિવાય એશિયાના અન્ય દેશો અને આફ્રિકા સુધી શાપૂરજી પાલોનજી ગ્રુપનો કારોબાર ફેલાયેલો છે. ફોર્બ્સના તાજા અપડેટ અનુસાર દુનિયામાં તે અમીરોની યાદીમાં 143માં નંબર પર છે. 


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી, DA વધતાં EPF અને ગ્રેજ્યુટીમાં આવશે મોટો ઉછાળો


ટાટા સન્સમાં છે પરિવારની 18.4% ભાગીદારી
પાલોનજી પરિવારની પાસે ટાટા સન્સમાં 18.4 ટકા ભાગીદારી છે. શાપૂરજી પાલોનજી ગ્રુપની સ્થાપના 1865માં થઈ હતી. પાછલા વર્ષે શાપૂરજી પાલોનજી ગ્રુપે પોતાના કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ બિઝનેસને અમેરિકી પ્રાઇવેટ ઇક્વિટી ફંડ એન્ડ એડવેન્ટ ઇન્ટરનેશનલને વેચી દીધો હતો. 


વર્ષ 2016માં પદ્મ ભૂષણથી થયા હતા સન્માનિત
ઉદ્યોગ ક્ષેત્રમાં તેમના યોગદાનને જોતા વર્ષ 2016માં તેમને ભારતના ત્રીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પાલોનજી મિસ્ત્રીનો જન્મ ગુજરાતના એક પારસી પરિવાર મુંબઈમાં થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube