રશિયા-યુક્રેન વિવાદથી શેરબજારમાં ઉથલપાથલ, પરંતુ આ શેરએ આજે પણ કરાવ્યો ફાયદો
Share Market Update: રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે શેરબજાર સતત પાંચમા સત્રમાં ઘટ્યું હતું. મંગળવારે સવારે ઘટાડાની સાથે ઓપન સેન્સેક્સ એક સમયે 1300 પોઈન્ટ સુધી ગબડી ગયો હતો.
નવી દિલ્હી: Share Market Update: રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે શેરબજાર સતત પાંચમા સત્રમાં ઘટ્યું હતું. મંગળવારે સવારે ઘટાડાની સાથે ઓપન સેન્સેક્સ એક સમયે 1300 પોઈન્ટ સુધી ગબડી ગયો હતો. જો કે તે પછીથી સ્વસ્થ થયો પરંતુ તે લાલ નિશાન સાથે બંધ થયો.
વેચાણથી નીચે આવ્યું બજાર
સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ 383 પોઈન્ટ ઘટીને 57,300 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. રશિયા-યુક્રેન સંકટ વચ્ચે વિશ્વ બજારમાં ભારે વેચાણની અસર સ્થાનિક બજાર પર પડી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 114.45 પોઈન્ટના ઘટાડા સાથે 17,092.20 પર બંધ થયો હતો.
30 માંથી 20 શેર નુકસાનમાં રહ્યાં
સેન્સેક્સના 30 માંથી 20 શેર ખોટમાં હતા. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “રશિયન સમર્થિત બળવાખોરો દ્વારા બે પ્રદેશોને માન્યતા આપવાથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધ્યો છે. ક્રૂડ ઓઈલ અને સોનાના ભાવ વધી રહ્યા છે. શેરબજારમાં સતત ઘટાડા વચ્ચે કેટલાક શેરે સારું વળતર આપ્યું છે. આવો જાણીએ તેમના વિશે...
નિફ્ટીના આ શેરે કરાવી કમાણી
- મંગળવારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર લગભગ 12 રૂપિયાના વધારા સાથે 853.25 રૂપિયા પર બંધ થયો હતો.
- બજાજ ફિનસર્વનો શેર રૂ.177 વધીને રૂ.16,189.45 પર બંધ થયો હતો.
- બજારમાં પાંચ દિવસના ઘટાડા છતાં આઇશર મોટર્સનો શેર રૂ. 27 ના ઉછાળા સાથે રૂ. 2,725.50 પર બંધ રહ્યો હતો.
- ONGC નો શેર રૂ.2 ના ઉછાળા સાથે રૂ.164.95 પર બંધ રહ્યો હતો.
- હિંડાલકોનો શેર રૂ.4 ના વધારા સાથે રૂ.516.20 પર બંધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube