Indian Share Market: ભારતીય શેર બજાર નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સ આજે પહેલીવાર 52000ની સપાટી પર પહોંચી ગયો છે. સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડેમાં 52052ની નવી સપાટી પાર કરી. સેન્સેક્સ 485 પોઈન્ટ્સની તેજી સાથે 52110 પર વેપાર કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિફ્ટીમાં પણ તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 136 અંકોની તેજી સાથે 15300 ઉપર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીએ પહેલીવાર 15300ની સપાટી કૂદાવી છે. એટલે કે તેણે પણ લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો છે. નિફ્ટીએ ઈન્ટ્રા ડેમાં આજે 15314ની રેકોર્ડ સપાટી સ્પર્શી છે. નિફ્ટી બેન્ક પણ 36723 ના નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે. 


LPG Price Hike in Delhi: દિલ્હીના લોકોને ઝટકો, 50 રૂપિયા મોંઘો થયો સબ્સિડી વગરનો ગેસ સિલિન્ડર


7 સેશન્સમાં 1000 અંક ચઢ્યો સેન્સેક્સ
આ અગાઉ સેન્સેક્સે 5 ફેબ્રુઆરી 2021ના રોજ 51,000 ની સપાટી પાર કરી હતી. એટલે કે ફક્ત 10 દિવસ અને 7 ટ્રેડિંગ સેશન્સમાં જ સેન્સેક્સ 1000 અંક ચઢ્યો છે. આ અગાઉ 21 જાન્યુઆરીના રોજ સેન્સેક્સે 50,000 નો મહત્વનો પડાવ પાર કર્યો હતો. 50,000થી 51000 સુધી પહોંચવામાં સેન્સેક્સે 11 ટ્રેડિંગ સેશન્સ લીધા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube