LPG Price Hike in Delhi: દિલ્હીના લોકોને ઝટકો, 50 રૂપિયા મોંઘો થયો સબ્સિડી વગરનો ગેસ સિલિન્ડર

દિલ્હીમાં ઘરેલૂ રસોઈ ગેસની કિંમતોમાં એકવાર ફરી વધારો થયો છે. આ મહિનામાં બીજી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 
 

LPG Price Hike in Delhi: દિલ્હીના લોકોને ઝટકો, 50 રૂપિયા મોંઘો થયો સબ્સિડી વગરનો ગેસ સિલિન્ડર

નવી દિલ્હીઃ દિલ્હીના લોકોને એકવાર ફરી મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. સોમવારથી રાજધાનીમાં રસોઈ ગેસની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. આ વધારા બાદ રાજધાનીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 719 રૂપિયાથી વધી 769 રૂપિયા થઈ જશે. નવી કિંમતો રવિવારે રાત્રે 12 કલાકથી લાગૂ થઈ જશે. 

દિલ્હીમાં સબ્સિડી વગરનો ઘરેલૂ એલપીજી સિલિન્ડર  (14.2 kg)ની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો થયો છે. પાછલા વર્ષે ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી સિલિન્ડરના ભાવમાં આ ત્રીજી વખત વધારો થયો છે. આ પહેલા 4 ફેબ્રુઆરીએ પણ સિલિન્ડરના ભાવ 694 રૂપિયાથી વધારી 719 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news