મુંબઇ: શેર માર્કેટમાં ગત નવ દિવસથી ઘટાડાનો દૌર હતો. 10મા દિવસે તેજી જોવા મળી અને Sensex 228 પોઇન્ટ ચઢીને બંધ થયો. NIFTY માં પણ 74 પોઇન્ટનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર સેંસેક્સની મોટી કંપનીઓ રિલાયન્સ ઇંડસ્ટ્રી, ITC અને SBI માં લાભથી બજારમાં સુધારો છે. રોકાણકારો માટે અત્યાર સુધી મે મહિનો ખૂબ ખરાબ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર ગત 2 અઠવાડિયામાં રોકાણકારોએ 104.7 બિલિયન ડોલર (લગભગ 7 લાખ કરોડ) ગુમાવ્યા છે. સ્ટોક માર્કેટની માર્કેટ કેપ લગભગ 4.8 ટકા ઘટી ગયો છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે 2019માં ભાતીય માર્કેટમાં અત્યાર સુધી કોઇપણ પ્રકારનો વિકાસ નોંધાયો નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Amazon એ આપી બિઝનેસ કરવાની મોટી ઓફર, પૈસા વિના શરૂ કરી શકો છો કામ


પહેલા નંબર પર અમેરિકા
શેર માર્કેટ સાઇઝના અનુસાર ભારત ટોપ-10 દેશોમાં નવમા નંબર પર પહોંચી ચુક્યું છે. ભારતીય શેર માર્કેટ કેપ 2.08 ટ્રિલિયન (2008 અરબ ડોલર)નું છે. ચીનનું માર્કેટ કેપ 6.68 ટ્રિલિયન ડોલર (6680 બિલિયન ડોલર) છે. પહેલા નંબર પર અમેરિકા છે, જેનો માર્કેટ કેપ 31.17 ટ્રિલિયન (31017 બિલિયન) ડોલર છે. 

દેશની જનતા માટે સારા સમાચાર, મોંઘવારીથી મળી રાહત, ફુગાવાના દરમાં થયો ઘટાડો


સનફાર્મા સૌથી વધુ 5.87 ટકા ફાયદામાં રહ્યો
સેંસેક્સની કંપનીઓમાં સનફાર્મા સૌથી વધુ 5.87 ટકા ફાયદામાં રહ્યો. સેંસેક્સ સકારાત્મક વલણ સાથે 37,146.58 પોઇન્ટ પર ખુલ્યો. બિઝનેસ દરમિયાન 37,572.70 પોઇન્ટના ઉચ્ચ સ્તર અને 36,956.10 પોઇન્ટના નીચલા સ્તરને અડક્યો અને 227.71 પોઇન્ટના લાભ સાથે 37,318.53 પોઇન્ટ પર બંધ થયો. NIFTY 11,151.65 પોઇન્ટ પર ખુલ્યા બાદ 11,294.75 પોઇન્ટના ઉચ્ચસ્તર સુધી ગયો. કારોબાર દરમિયાન આ 11,108.30 પોઇન્ટના નીચલા સ્તર સુધી આવ્યો. અંતે નિફ્ટી 73.85 પોઇન્ટ એટલે અથવા 0.66 ટકાનો વધારા સાથે 11,222.05 પોઇન્ટ પર બંધ થયો. આ પહેલાં ગત નવ સત્ર દરમિયાનમાં સેંસેક્સ 1,940.73 પોઇન્ટ અને નિફ્ટી લગભગ 600 પોઇન્ટ તૂટ્યો હતો.