Amazon એ આપી બિઝનેસ કરવાની મોટી ઓફર, પૈસા વિના શરૂ કરી શકો છો કામ

દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અમેઝોનએ પોતાના કર્મચારીઓને પોતાની સાથે બિઝનેસ કરવાની મોટી ઓફર કરી છે. કંપની ઇચ્છે છે કે તેના કર્મચારી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરે. એટલું જ નહી કંપની બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક મદદ તરીકે 7 લાખ રૂપિયા પણ આપશે. એટલે કે બિઝનેસ શરૂ કરવા માટે કર્મચારીઓને કોઇ પૈસા ખર્ચ કરવા નહી પડે.
Amazon એ આપી બિઝનેસ કરવાની મોટી ઓફર, પૈસા વિના શરૂ કરી શકો છો કામ

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અમેઝોનએ પોતાના કર્મચારીઓને પોતાની સાથે બિઝનેસ કરવાની મોટી ઓફર કરી છે. કંપની ઇચ્છે છે કે તેના કર્મચારી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરે. એટલું જ નહી કંપની બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક મદદ તરીકે 7 લાખ રૂપિયા પણ આપશે. એટલે કે બિઝનેસ શરૂ કરવા માટે કર્મચારીઓને કોઇ પૈસા ખર્ચ કરવા નહી પડે.

જોકે, અમેઝોન સામાનોની ડિલિવરી ગ્રાહકો સુધી જલદી પહોંચાડવાના પ્રયત્નોમાં લાગેલી છે. અમેઝોનના કર્મચારીઓની સામે પ્રસ્તાવ મુક્યો છે કે તે નોકરી છોડીને બિઝનેસ શરૂ કરે. આ ઓફર સામાન્ય લોકો માટે પણ છે. જોકે તેમાં લોકોએ પોતાનું રોકાણ કરવું પડશે. કંપની તેનો ખર્ચ ઉઠાવશે નહી.

આર્થિક મદદ કરશે કંપની
કંપનીએ નોકરી છોડીને અમેઝોન માટે ડિલિવરી બિઝનેસ શરૂ કરવા માટે કર્મચારીઓને આર્થિક મદદ આપવાની ઓફર કરી છે. કંપની ઇચ્છે છે કે અમેઝોન પ્રાઇમ મેંબર્સને બે દિવસના બદલે એક દિવસમાં જ આઇટ્મ્સની ડિલિવરી થઇ જાય. કંપનીને આશા છે કે તેમના નવા પ્રસ્તાવથી ગ્રાહકો સુધી ડિલિવરી કરવામાં મોટી સફળતા મળશે.

7 લાખ રૂપિયા સુધી ખર્ચ ઉઠાવશે કંપની
અમેઝોને દાવો કર્યો છે કે જે કર્મચારી કંપનીની નોકરી છોડીને બિઝનેસ શરૂ કરશે, તેમના સ્ટાર્ટઅપને 10 હજાર ડોલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે. આ સ્ટાર્ટઅપ શરૂ કરવાની અવેજમાં આર્થિક મદદ મળશે. કંપની ઇચ્છે છે કે શરૂઆતમાં બિઝનેસ સેટઅપ કરવા માટે આ મદદ મોટી હશે. આ ઉપરાંત કંપનીએ કર્મચારીઓને એક મોટી ઓફર કરી છે.

મળશે ત્રણ મહિનાનો પગાર
નોકરી છોડીને બિઝનેસ શરૂ કરનાર કર્મચારીઓને કંપની ત્રણ મહિનાનો પગાર પણ આપશે. કંપનીની આ ઓફર પાર્ટ ટાઇમ અને ફૂલ ટાઇમ કર્મચારીઓ માટે છે. તેમાં વેરહાઉસ વર્કર પણ સામેલ છે, જે ઓર્ડર પેક કરે છે અને મોકલે છે. 

તમે પણ ઉઠાવી શકો છો
અમેઝોન દ્વારા શરૂ કરવામાં આવેલા પોગ્રામનો ભાગ પણ બની શકો છો. જોકે તેના માટે તમારે થોડું રોકાણ કરવું પડશે. સ્ટોફથી માંડીને ઓપરેશન્સ પર ખર્ચ કરવો પડશે. અમેઝોનની ડિલિવરી સર્વિસ પાર્ટનર્સ પોગ્રામ હેઠળ તેમાં શરૂઆતી રોકાણ 7 લાખ રૂપિયા હશે. અમેઝોનની અનુસાર કોઇ આંત્રપ્રિન્યોર પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. તેના માટે તમારે 49 વાન અને ડ્રાઇવર હાયર કરવી પડશે. વોલ સ્ટ્રીટ જનરલના અનુસાર અત્યાર સુધી 10 હજારથી વધુ લોકો તેના માટે અરજી કરી ચૂક્યા છે. 

કંપની પોતે શરૂ કરવા માંગે છે ડિલિવરી બિઝનેસ
અમેઝોનનો આ ઇન્સેંટિવ પોગ્રામ તે પહેલનો ભાગ છે, જેના હેઠળ કંપનીએ ગત જૂનમાં કહ્યું હતું કે કોઇપણ અમેઝોન ડિલિવરી બિઝનેસ શરો કરવા માટે અરજી કરી શકે છે. કંપની પ્લાન અનુસાર UPS, પોસ્ટ ઓફિસ અથવા બીજા માલવાહક પર નિર્ભર રહેવાના બદલે કંપની પોતે ડિલિવરી બિઝનેસ શરૂ કરવા માંગે છે.

થશે 2 કરોડ સુધીનો ફાયદો
ન્યૂયોર્ક ટાઇમ્સના સમાચાર અનુસાર, અમેઝોનના ગ્લોબલ ડિલિવરી સર્વિસિઝના વાઇસ પ્રેસિડેન્ટ જોન ફેલ્ટને કહ્યું કે ગત વર્ષે જૂનમાં પોગ્રામ લોન્ચિંગ બાદથી 200 અમેઝોન ડિલિવરી બિઝનેસ તૈયાર થઇ ચૂક્યા છે. કંપની ટ્રેનિંગ ઉપરાંત બિઝનેસ ચલાવવાના મંત્ર શિખવાડી રહી છે. કંપનીના અનુસાર બિઝનેસ શરૂ કરનારને 52 લાખ રૂપિયાથી માંડીને 2 કરોડથી વધુનો વાર્ષિક ફાયદો થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news