નવી દિલ્હી: બજારમાં અત્યારે નબળાઇનો માહોલ યથાવત છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં નબળાઇ સાથે શરૂઆત થઇ છે. શુક્રવારે રૂપિયામાં નબળાઇ અને ઓઇલ માર્કેટ કંપનીઓ(OMCs)માં પણ મોટી કડાકો આવતા સેન્સેક્સ 300 અંક સુધી તૂટ્યો હતો, અને જ્યારે નિફ્ટી 10,500ની નીચે સરક્યો હતો, સેન્સેક્સએ આ દરમિયાન 35,000ના સ્તરની પણ નીચે આવી ગયો છે. સેન્સેક્સ અને નિફટીમાં 0.5 ટકાથી પણ વધારે ડાઉન થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યારે સેન્સેક્સ 184 અંક એટલેકે 0.52 ટકા તૂટવાની સાથે 34,984ના સ્તર પર વેપાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 86 અંક એટલે કે 0.81 ટકા તૂટીને 10,513ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.આ પહેલા ગુરૂવારે પણ સેન્સેક્સમાં 800 અંકનો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી પર ફાર્મા અને આઇટીને શેરોમાં તેજી જોવા મળી હતી.


મિડકૈપ-સ્મોલકૈપ પણ તૂટ્યા
લાર્જકૈપની સાથે મિડકૈપ અમે સ્મોલકૈપના શરોમાં પણ વેચાણ જોવા મળ્યું હતું. બીએસઇના મિડકૈપ ઇન્ડેક્સ 0.80 ટકા નીચા ગયા હતા. જ્યારે નિફ્ટી મિડકૈપ 100 ઇન્ડેક્સમાં 1 ટકાની નબળાઇ આવી હતી. બીએસઇના સ્મોવકૈપ ઇન્ડેક્સમાં 0.60 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


ઓઇલ અને ગેસના શેરમાં પણ મોટો કડાકો
બાજરની નબળાઇનું સૌથી મહત્વનું પાસુ ઓઇલ અને ગેસના શેરોનું છે. આ સેક્ટરમાં જોરદાર વેચાણનું દબાણ છે. જ્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો આવવાના કારણે સ્ટોક્સમાં સતત નબળાઇ જેવા મળી રહી છે. FMCG,મીડિયા અને મેટલના શેરમાં દબાણ દેખાઇ રહ્યું છે. બીએસઇના ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્ટમાં 11 ટકાનો ઘટાડો નોધાયો હતો. બેંક નિફ્ટી સપાટ રહીને 24,820ના સ્તર પર વેપાર કરી રહ્યા છે, પરંતુ , રિયલ્ટી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેપિટલ ગુડ્સ શેરમાં ખરીદી દેખાઇ રહી છે.


આ શેરોમાંના ભાવ પણ તૂટ્યા
દિગ્ગજ શેર ગણાતા BPCL, HPCL, IOC,ગેલ, ONGC, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, ITC અને HULમાં 24-1.1 ટકા સુધઈનો ઘટાડો દેખાયો હતો, જ્યારે ટાઇટન, ભારતી ઇન્ફ્રા, ભારતી એરટેલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇન્ફોસીસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને એશિયન પેઇન્ટ્સમાં 2.3-0.5 ટાકાનો સુધીની મજબૂતી જોવા મળી હતી. મિડકૈપ શેરોમાં એમઆરપીએલ, સેન્ટ્રલ બેન્ક, કંટેનર કોર્પ અને બાયોકોન 9.8-3 ટકા ઘટ્યા છે. જ્યારે સ્મોલ કેપ શેરોમાં આશાપુરા, જેટ એરવેઝ, આઇએલ એન્ડ એફએસ ટ્રાન્સપોર્ટ, સ્પાઇસજેટ અને ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સમાં 10-5 ટકા સુધીની નબળાઇ જોવા મળી હતી.