Stock Market News: ઓક્ટોબરના તહેવારોની સિઝનથી લઈને લગ્નની સિઝન સુધી માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોને ભારે નુકસાન થયું છે. મોટાભાગના લોકો શેર વેચીને નીકળી રહ્યાં છે. આવી સ્થિતિમાં 15 બ્લુ ચિપ સ્ટોકની માંગ વધારે છે. મ્યુચ્યુઅલ ફંડોએ (Mutual Funds)આ શેરોમાં ભારે ખરીદી કરી છે. ચાલો જાણીએ કે મ્યુચ્યુઅલ ફંડ્સ કયા શેરો માટે ક્રેઝી છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 બ્લુ ચિપ શેરોમાં 45,000 કરોડનું રોકાણ
મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, બજારના ઘટાડા વચ્ચે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે બ્લુ ચિપ શેરોમાં ઘણું રોકાણ કર્યું છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના ડેટા દર્શાવે છે કે એક તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ઓક્ટોબરમાં રૂ. 94,000 કરોડથી વધુની ઇક્વિટી વેચી છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડોએ શેરબજારમાં રૂ. 92,000 કરોડથી વધુની ખરીદી કરી છે. નિફ્ટીના ટોચના 15 શેરોમાં સૌથી વધુ રૂ. 45,000 કરોડની ખરીદી કરવામાં આવી છે.


આ શેરોમાં MFની મહત્તમ ખરીદી 


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા


HDFC બેંક


એક્સિસ બેંક


ICICI બેંક


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)


બજાજ ઓટો


એલ એન્ડ ટી


ઝોમેટો


ઇન્ડસઇન્ડ બેંક


ટીસીએસ


મારુતિ સુઝુકી ઈન્ડિયા


ભારતી એરટેલ


અંબુજા સિમેન્ટ


આઇશર મોટર્સ


આ પણ વાંચોઃ સોનું 6000 અને ચાંદી 12000, ટ્રમ્પની જીત બાદ કેમ દરરોજ ઘટી રહ્યાં છે ગોલ્ડના ભાવ?


MF ને કયા શેરમાં છે સૌથી વધારે રસ
મ્યુચ્યુઅલ ફંડ્સે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં સૌથી વધુ રૂ. 6,840 કરોડની ખરીદી કરી છે. બીજા ક્વાર્ટરમાં કંપનીના શેરમાં 12%નો ઘટાડો થયો ત્યારે ખરીદી થઈ છે. આ સિવાય HDFC બેંકમાં 5,756 કરોડ રૂપિયા, એક્સિસ બેંકમાં 4,115 કરોડ રૂપિયા અને ICICI બેંકમાં 3,897 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.


Disclaimer- શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલાં તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.