Explainer: સોનું 6000 અને ચાંદી 12000, ટ્રમ્પની જીત બાદ કેમ દરરોજ ઘટી રહ્યાં છે ગોલ્ડના ભાવ?
Trump Effect on Gold Price: અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીત સાથે રેકોર્ડ લેવલ પર ચાલી રહેલું સોનું તૂટવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા એક સપ્તાહમાં સોનું 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે આવી ગયું છે. તેની પાછળ શું કારણ છે? આવો જાણીએ...
Trending Photos
Gold and Silver Price Today: શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની વેચવાલી બાદ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)પર અને સોની બજારમાં સોનાનો ભાવ આશરે 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી ગયો છે. આ રીતે ચાંદીના ભાવમાં 12000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છો. બંને કિંમતી ધાતુઓના ભાવમાં આ ઘટાડો અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ આવ્યો છે.
સ્પોટ ગોલ્ડમાં 200 ડોલરથી વધુનો ઘટાડો
ટ્રમ્પની જીત બાદ અમેરિકી ડોલર એક વર્ષના હાઈ લેવલ પર પહોંચી ગયું છે અને 10 વર્ષના ટ્રેઝરી યીલ્ડમાં તેજી આવી છે. સોનાનો ડૉલર અને બોન્ડ યીલ્ડ સાથે વિપરિત સંબંધ છે, જેના કારણે ડૉલર વધે તેમ સોનું નીચે જઈ રહ્યું છે. સ્પોટ ગોલ્ડમાં $200 થી વધુનો ઘટાડો થયો છે. તે 5 નવેમ્બરના રોજ $2,750.01 પ્રતિ ઔંસના ઉચ્ચ સ્તરથી ઘટીને $2,536.9 પ્રતિ ઔંસના નીચા સ્તરે આવી ગયું છે.
એમસીએક્સમાં થયો મોટો ઘટાડો
એમસીએક્સ પર ગોલ્ડ ફ્યૂચરની ચાલ સામાન્ય રીતે ગ્લોબલ રેટથી નક્કી થાય છે. છેલ્લા 10 દિવસમાં તેમાં ઝડપથી ઘટાડો થયો છે. 5 નવેમ્બરે 79181 રૂપિયા પ્રતિ 10 ગ્રામના હાઈ લેવલથી ઘટી તે 14 નવેમ્બરે 73946 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લો લેવલ પર આવી ગયું. શુક્રવારે રજાને કારણે એમસીએક્સ પર કારોબાર બંધ રહ્યો હતો.
સોનાની કિંમતમાં આગળ શું?
આગામી સમયમાં સોનાના ભાવ વધશે કે નીચે જશે? તેના પર નિષ્ણાતોનું કહેવું છે કે તેનું મુખ્ય કારણ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો અંગે અપનાવવામાં આવેલ વલણ હશે. જો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની ગતિ વધે તો સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે. પરંતુ જો યુએસ સેન્ટ્રલ બેંક વધતી જતી મોંઘવારીના કારણે વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે તો સોનાની કિંમતમાં સતત વધારો થઈ શકે છે.
વ્યાજદરમાં કમી ગોલ્ડ માટે સારો સંકેત
ધ્યાન આપવા જેવી વાત છે કે વ્યાજદરમાં કમી ગોલ્ડની કિંમત માટે સારો સંકેત છે. છેલ્લા બે મહિનામાં ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકા તરફથી જાહેર લેટેસ્ટ બેરોજગારીના આંકડા બાદ ફેડ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરવા વિશે વિચાર કરી શકે છે. આંકડા અનુસાર 9 નવેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં બેરોજગારી દરમાં ઘટાડો થયો છે.
સોની બજારની સ્થિતિ
સોની બજારના નવા રેટ જાહેર કરનારી વેબસાઇટ https://ibjarates.com પર પણ છેલ્લા એક સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 30 ઓક્ટોબરે 24 કેરેટ સોનું 79681 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. પરંતુ 14 નવેમ્બરે બંધ થયેલા સત્રમાં તે ઘટીને 73739 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગયું છે. એ જ રીતે 30 ઓક્ટોબરે ચાંદી 98340 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી હતી. પરંતુ 14 નવેમ્બરે તે 12000 રૂપિયાથી વધુ ઘટીને 87103 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી.
8થી 10 ટકા સુધી ઘટી શકે છે રૂપિયોઃ SBI રિપોર્ટ
ભારતીય સ્ટેટ બેન્કે તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવવાની સાથે રૂપિયામાં 8-10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. શુક્રવારે રૂપિયો 84.48ના ઓલ-ટાઈમ લો પર પહોંચી ગયો. 'US Presidential Election 2024: How Trump 2.0 Impacts India's and Global Economy'શીર્ષકવાળા એસબીઆઈના રિપોર્ટમાં તે વાત પર ભાર આપવામાં આવ્યો છે કે રૂપિયામાં અમેરિકી ડોલરના મુકાબલે થોડા સમય માટે ઘટાડો થઈ શકે છે પરંતુ તેમાં ફરીથી મજબૂતી આવવાની આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે