વી દિલ્હીઃ Share Market Rakesh Jhunjhunwala : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારે ઘટાડા સાથે બંધ થયેલ શેરબજાર મંગળવારે સુધર્યું હતું. મંગળવારે સવારે સેન્સેક્સ 335 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને દિવસભર લીલા નિશાન સાથે કારોબાર થયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે તે 1736.21 પોઈન્ટના વધારા સાથે 58,142.05 પર બંધ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે શેરએ કરી કમાલ
એ જ રીતે નિફ્ટી પણ 509.65 પોઈન્ટ ચઢીને 17,352.45ની સપાટીએ પહોંચ્યો હતો. બજારમાં રિકવરી સાથે મંગળવાર સામાન્ય રોકાણકારો તેમજ બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા માટે શુભ રહ્યો. ટાટા ગ્રૂપના બે શેર ટાઇટન અને ટાટા મોટર્સે તેમને માલામાલ કરી દીધા.


102 રૂપિયા વધ્યો હતો ટાઇટનનો શેર
ટાટા ગ્રૂપના બંને શેરમાં મંગળવાર સવારથી જ તેજી જોવા મળી હતી. ટાઇટનનો શેર સોમવારે સાંજે એનએસઇ પર રૂ. 2398 પર બંધ થયો હતો. મંગળવારે શેર રૂ. 2,499.60 પર બંધ થયો હતો. આ રીતે, શેર 4.24 ટકા એટલે કે રૂ. 101.60 ની તેજી જોવા મળી હતી. 

શું ભારતમાં ટૂંક સમયમાં એન્ડેમિક જાહેર થઇ શકે છે કોરોના? વૈજ્ઞાનિકે કહી મોટી વાત


ટાઇટનમાં 4.02 ટકાની ભાગીદારી
રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા ડિસેમ્બર ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ ટાઇટન કંપનીમાં 4.02 ટકા હિસ્સો ધરાવે છે. બંને પાસે આ કંપનીના કુલ 4,52,50,970 શેર છે. આ પ્રમાણે તેમણે મંગળવારે ટાઇટનના સ્ટોકમાંથી લગભગ 460 કરોડ (4,52,50,970x101.60) ની કમાણી કરી હતી.


31 રૂપિયા વધ્યો ટાટા મોટર્સનો શેર
એ જ રીતે ટાટા મોટર્સનો શેર સોમવારે સાંજે રૂ. 471.45 પર બંધ થયો હતો. મંગળવારે આ શેર રૂ. 503 પર પહોંચી ગયો હતો. એક જ દિવસમાં શેરમાં રૂ. 31.55નો વધારો થયો હતો. ટાટાના ત્રીજા ક્વાર્ટર (Tata motors Q3 Results) ડેટા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીની કુલ 1.18 ટકા ભાગીદારી એટલે કે 3,92,50,000 શેર હતા.


આ રીતે થયો 584 કરોડનો વધારો
મંગળવારે કંપનીના શેરમાં આવેલા ઉછાળાને કારણે તેમણે રૂ. 124 કરોડ (3,92,50,000X31.55) ની કમાણી કરી. એક જ દિવસમાં આ બંને શેરથી થયેલી કમાણી વિશે વાત કરીએ તો તેમણે કુલ 584 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બંને કંપનીઓના શેરમાં ઉછાળાને કારણે રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં 584 કરોડનો વધારો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube