શું ભારતમાં ટૂંક સમયમાં એન્ડેમિક જાહેર થઇ શકે છે કોરોના? વૈજ્ઞાનિકે કહી મોટી વાત
જ્હોને કહ્યું કે જ્યારે સમુદાયમાં કેસોની સંખ્યા એક ગ્રાફ પર બતાવવામાં આવે છે, ત્યારે કેસોની સંખ્યામાં વધારો, ટોચ પર પહોંચવાની અને ઘટવાની સિસ્ટમને મહામારી (એપિડેમિક) કહેવામાં આવે છે અને કેસોની સંખ્યાની આડી અને સ્થિર સ્થિતિને એન્ડેમિક કહેવામાં આવે છે. જ્યારે મહામારીની સિસ્ટમ ફરીથી રચાય છે, ત્યારે તેને લહેર કહેવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં સતત કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. સંક્રમણ દર પણ નીચા સ્તરે રહે છે. એવામાં જાણિતા વાઈરોલોજિસ્ટ ટી જેકબ જોને કહ્યું છે કે જો ભારતમાં કોવિડ -19 ના દૈનિક કેસોની સંખ્યા 4 અઠવાડિયા સુધી ઓછી અને સ્થિર રહે તો જ તે માની શકાય કે કોરોના વાયરસ સંક્રમણ 'એન્ડેમિક' છે (સ્થાનિક સ્તર પર ફેલાનારી બિમારી) ના તબક્કામાં પ્રવેશી રહ્યો છે.
કેસની સંખ્યા જોવા મળે છે ગ્રાફ પર
જ્હોને કહ્યું કે જ્યારે સમુદાયમાં કેસોની સંખ્યા એક ગ્રાફ પર બતાવવામાં આવે છે, ત્યારે કેસોની સંખ્યામાં વધારો, ટોચ પર પહોંચવાની અને ઘટવાની સિસ્ટમને મહામારી (એપિડેમિક) કહેવામાં આવે છે અને કેસોની સંખ્યાની આડી અને સ્થિર સ્થિતિને એન્ડેમિક કહેવામાં આવે છે. જ્યારે મહામારીની સિસ્ટમ ફરીથી રચાય છે, ત્યારે તેને લહેર કહેવામાં આવે છે.
હજુ સુધી એન્ડેમિક સ્થિતિ જાહેર કરી શકાય નહી
તેમણે કહ્યું કે એટલા માટે જ્યાં સુધી કેસની સંખ્યા 4 અઠવાડિયા સુધી થોડી વધઘટ સાથે ઓછી અને સ્થિર રહે ત્યાં સુધી, અમે તેને સ્થાનિક તરીકે જાહેર કરી શકીએ નહીં. જ્હોને કહ્યું કે ઓમિક્રોન લહેર ઝડપથી નબળું પડી રહી છે અને થોડા દિવસોમાં અમે ઓછામાં ઓછા કેસ નોંધી શકીએ છીએ, પરંતુ અમે એન્ડેમિક તબક્કા વિશે ખાતરી કરી શકીએ તે પહેલાં આપણે 4 અઠવાડિયા રાહ જોવી પડશે. જ્હોને કહ્યું કે જેમ ઓમિક્રોન આપણને આશ્વર્યચકિત કરી દીધા, તેમ અન્ય એક વિચિત્ર સ્વરૂપ આપણને ફરીથી આશ્ચર્યચકિત કરી શકે છે.
વધુ ખતરનાક વેરિઅન્ટ આવવાની શક્યતા ઓછી
તો બીજી તરફ સેન્ટર ઑફ એડવાન્સ્ડ રિસર્ચ ઇન વાઈરોલોજી, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ભૂતપૂર્વ ડિરેક્ટરે કહ્યું કે તેની આગાહી કરી શકાતી નથી, પરંતુ માત્ર અંદાજ લગાવી શકાય છે. તેમણે આગાહી કરી હતી કે સ્થાનિક તબક્કો ઘણા મહિનાઓ સુધી ચાલશે અને ઓમિક્રોન કરતાં વધુ ચેપી અને ડેલ્ટા કરતાં વધુ ખતરનાક કોઈ બીજું સ્વરૂપ સામે આવશે.
વાયરસ સાથે પોતાની જાતને ઢાળવી પડશે
મહામારી વિશેષજ્ઞ અને દિલ્હી સ્થિત ફાઉન્ડેશન ફોર પીપલ-સેન્ટ્રિક હેલ્થ સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચંદ્રકાંત લહરિયાએ જણાવ્યું હતું કે કોવિડ-19 ભારતમાં સ્થાનિક તબક્કામાં પ્રવેશી રહ્યું છે કે નહીં, સામાન્ય જનતાના દૃષ્ટિકોણથી તેની સુસંગતતા મર્યાદિત છે. લહરિયાએ કહ્યું કે લોકોએ જોખમના સ્તરના આધારે વાયરસ સાથે જીવવાની નવી રીતો સાથે પોતાને અનુકૂળ બનાવવું પડશે. કોવિડ-19ને કારણે કંઈ અટકવું જોઈએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે