નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં મંગળવારનો દિવસ સુસ્ત રહ્યો હતો. તેનું પરિણામ રહ્યું કે સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ 74 પોઈન્ટ તૂટ્યો હતો. કારોબારના અંતમાં સેન્સેક્સ 37 હજાર 328ના સ્તર પર બંધ થયો હતો. તો નિફ્ટીની વાત કરીએ તો 36 પોઈન્ટ તૂટીને 11,017ના સ્તર પર રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. પરંતુ થોડી મિનિટો બાદ બજારે લીડ ગુમાવી દીધી હતી. દિવસ દરમિયાન ઓટો અને આઈટી સેક્ટરના શેરોમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. મારૂતિના શેર 3 ટકાના વધારા સાથે બંધ થયા હતા. આ રીતે ટાટા મોટર્સના શેરોમાં 2.53 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ઇન્ફોસિસ અને એચસીએલના શેર 1 ટકાના વધારા સાથે બંધ થયા હતા. યસ બેન્કના શેરમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જાણવા મળ્યું છે કે તેના 12.9 લાખ શેરોની બ્લેકમાં ડીલ થઈ છે. પરંતુ આ વિશે વિસ્તારથી કોઈ જાણકારી મળી નથી. યસ બેન્ક સિવાય ઇન્ડસઇન્ડ બેન્ક અને આઈટીના શેરોમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 


મહત્વનું છે કે સોમવારે સેન્સેક્સ 52.16 પોઈન્ટના વધારા સાથે  37,402.49  પર અને નિફ્ટી 6.10 પોઈન્ટના વધારા સાથે 11,053.90 પર બંધ થઈ હતી. દિવસભરના કારોબારમાં સેન્સેક્સ 37,718.88 ઉપર અને 37,358.49ના નિચલા સ્તર પર રહ્યો હતો. દિવસભરના કારોબારમાં નિફ્ટી 11,146.90ના ઉપરના અને 11,037.85ના નિચલા સ્તર પર પહોંચી હતી. 


આ વચ્ચે મંગળવારે ફરી એકવાર રૂપિયાની નબળી શરૂઆત થઈ હતી. ડોલરના મુકાબલે રૂપિયા 18 પૈસાની નબળાઇની સાથે 71.61 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. આ પહેલા સોમવારે ડોલરના મુકાબલે રૂપિયો 29 પૈસા નબળો પડીને 71.43 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. ડોલરના મુકાબલે રૂપિયો છેલ્લા છ મહિનાના નિચલા સ્તર પર છે. 


વાંચો બિઝનેસના અન્ય સમાચાર