નવી દિલ્હીઃ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (SME) આઈપીઓ, ટ્રાફિકસોલ આઈટીએસ ટેક્નોલોજી (TrafiksolITS Technologies)ના શેર જે લોકોને મળ્યા હતા, તે આજે સવારે ખુશીઓ મનાવી રહ્યાં હતા. કારણ કે ગ્રે માર્કેટમાં લિસ્ટિંગ પહેલા આઈપીઓના શેર 135 ટકા પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યાં હતા. પરંતુ તેમની આ ખુશી થોડા સમયમાં હવામાં ઉડી ગઈ હતી. આ થયું બીએસઈ દ્વારા આ આઈપીઓનું લિસ્ટિંગ રોકવાને કારણે. બીએસઈના આ પગલાથી ટ્રાફિકસોલ આઈટીએસ ટેક્નોલોજીના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 135 રૂપિયાથી ઘટી સીધું 0 થઈ ગયું. આઈપીઓમાં કેટલીક ગડબડીઓ બીએસઈએ સમય રહેતા પકડી લીધી અને તેનું લિસ્ટિંગ સ્થગિત કરી દીધું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSE એ નોઈડા સ્થિત TrafficSol ITS Technologies ને નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી તે ફરિયાદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને સોશિયલ મીડિયા પરના વીડિયોના સંતોષકારક જવાબો ન આપે ત્યાં સુધી સમગ્ર ઈશ્યુની રકમ એસ્ક્રો એકાઉન્ટમાં રાખવી. આ રીતે, આ IPO જેને એલોટ થયો તેના પૈસા હવે એસ્ક્રો ખાતામાં અટવાઈ ગયા છે. લિસ્ટિંગ ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.


કંપની ટ્રાફિક મેનેજમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરે છે
TrafiksolITS Technologies ભારતમાં વિવિધ હાઈવે પર ટ્રાફિક મેનેજમેન્ટ સોલ્યૂશન પ્રદાન કરે છે. કોઈ આઈપીઓ વિરુદ્ધ બીએસઈ દ્વારા ઉઠાવવામાં આવેલું આ દુર્લભ પગલું છે. કેટલાક બજાર જાણકાર આવા SMEs વિરુદ્ધ બીએસઈની વ્યાપક કાર્યવાહીની શરૂઆત પણ માની રહ્યાં છે, જે દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી ઈન્વેસ્ટરોને છેતરી રહ્યાં છે.


આ પણ વાંચોઃ 15 વર્ષની નોકરી અને ₹75000 છેલ્લો પગાર, કેટલી મળશે ગ્રેચ્યુઇટી? આ ફોર્મ્યુલાથી જાણો


345.65 ગણો થયો હતો સબ્સક્રાઇબ
TrafiksolITS Technologies આઈપીઓના માધ્યમથી કંપની 44.87 કરોડ રૂપિયા બજારમાંથી એકઠા કરવા ઈચ્છતી હતી. કંપનીએ 64.1 લાખ નવા શેર વેચાણ માટે જારી કર્યાં હતા. આ આઈપીઓને ઈન્વેસ્ટરો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને તે 345.65 ગણો સબ્સક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં 317.66 વખત, NII કેટેગરીમાં 699.40 વખત અને QIB કેટેગરીમાં 129.22 વખત બુકિંગ થયું હતું. માર્ચ 2024માં પૂરા થયેલા વર્ષ માટે કંપનીની કુલ આવક રૂ. 65 કરોડ હતી અને ચોખ્ખો નફો રૂ. 12.01 કરોડ હતો.


10 સપ્ટેમ્બરે ઓપન થયો હતો આઈપીઓ
TrafiksolITS Technologies આઈપીઓ 10 સપ્ટેમ્બર મંગળવારે ઓપન થયો હતો. ઈન્વેસ્ટરોએ 12 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી હતી. તેની પ્રાઇઝ બેન્ડ 66થી 70 રૂપિયા વચ્ચે હતી. એક લોટમાં બે હજાર શેર હતા. આ રીતે ઈન્વેસ્ટરે એક લોટ માટે 1.40 લાખ રૂપિયા લગાવવાના હતા.