નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદીને જનતા વિશે ફરી એકવાર દેશની રાજગાદી (Lok Sabha Election Result 2019) સોંપી હતી. અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ દેશના મુખ્ય શેર બજાર ગ્રીન ઝોન સાથે ખુલ્યો. 30 શેરોવાળા સેન્સેક્સ 265 પોઇન્ટની તેજી સાથે 39,076.28ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ 50 પોઇન્ટવાળો નિફ્ટી 91 પોઇન્ટની તેજી સાથે 11,748ના સ્તર પર ખુલ્યો. આ પહેલાં ચૂંટણીના પરિણાના દિવસે ગુરૂવારે સેન્સેક્સ 298.82 પોઇન્ટના ઘટાડા સાથે 38811.39 પર અને નિફ્ટી 80.85 પોઇન્ટ ઘટીને 11657.05 પર બંધ થયો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ રહ્યો આજનો ભાવ


રેકોર્ડ હાઇ પર ગયું શેર બજાર
કારોબારી સત્ર દરમિયાન શુક્રવારે સવારે 9.52 વાગે સેન્સેક્સ 182.78 પોઇન્ટની તેજી સાથે 38994.17 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો. લગભગ અત્યારે નિફ્ટી 49.45 પોઇન્ટ ચઢીને 11706.50 ના સ્તર પર જોવા મળ્યો. ગુરૂવારે શેર બજાર પોતાના રેકોર્ડ હાઇ 40,124.96 ના સ્તર પર ગયો અને નિફ્ટી 12000 ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો હતો. પરંતુ કારોબારના અંતમાં આ ઘટાડા સાથે બંધ થયો.

PM મોદીની વાપસીથી રોકાણકારો માલામાલ, 15 મિનિટમાં કમાયા 3 લાખ કરોડ રૂપિયા


આ સેક્ટર્સમાં રોકાણ રહેશે ફાયદાકારક
જાણકારોનું કહેવું છે કે આગામી સમયમાં કંઝ્યૂમર સેક્ટરમાં રોકાણકારોને ફાયદો થશે. આ ઉપરાંત કંઝમ્પશન સેક્ટર, ફાઇન્શિયલ સેક્ટર અને ઇંડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ પૈસા લગાવવા ભવિષ્યના હિસાબે સારું રહેશે. ખાસકરીને વાત કરીએ તો એશિયન પેટ્સ, ઇંટરગ્લોબ એવિએશન અને અદાણી પોર્ટમાં રોકાણ ફાયદાકારક રહેશે. બેકિંગ સેક્ટર કરતાં વધુ આશા વ્યકત કરી ન શકાય. હેલ્થકેર અને આઇટી પણ રોકાણની દ્વષ્ટિએ ખાસ અનુકૂળ સાબિત થશે નહી.

સાઉદી અરબના આ નિવેદન બાદ ઘટ્યો ક્રૂડ ઓઇલનો ભાવ, પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું?


બજેટ નક્કી કરશે બજારની ચાલ
આગામી સમયમાં આરબીઆઇ પાસે વ્યાજદરોમાં ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જુલાઇમાં બજેટ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવનાર જાહેરાતો બજારની દિશા નક્કી કરશે. આ ઉપરાંત સરકાર પાસે રોજગારના મોરચા પર કામ કરવાની ખૂબ આશાઓ છે. જાણકારોનું કહેવું છે કે આ વખતે સ્થાનિક મોરચા ઉપરાંત ટ્રેડ વોર, ક્રૂડ ઓઇલના ભાવ અને યૂએસ ફેડ દ્વારા કોઇ કઠિન નિર્ણય સામેલ થઇ શકે છે. જોકે વિદેશી રોકાણને લઇને ચિંતામુક્ત છે. મજબૂત સરકાર આવતાં રોકાણકારોનો વિશ્વાસ વધશે.