PM મોદીની વાપસીથી રોકાણકારો માલામાલ, 15 મિનિટમાં કમાયા 3 લાખ કરોડ રૂપિયા

Election Result Impact On Stock Market: ટ્રેન્ડથી એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે દેશની જનતાએ આ વખતે લોકસભા ચૂંટણી  (Lok sabha elections 2019)માં ફરીથી સત્તાની ચાવી પીએમ મોદીને સોંપી દીધી છે. બપોર સુધી લોકસભાના (Lok sabha election results 2019) ટ્રેન્ડમાં એનડીએ 342 સીટો પર બઢતી જાળવી રાખી છે.

PM મોદીની વાપસીથી રોકાણકારો માલામાલ, 15 મિનિટમાં કમાયા 3 લાખ કરોડ રૂપિયા

નવી દિલ્હી: Election Result Impact On Stock Market: ટ્રેન્ડથી એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે દેશની જનતાએ આ વખતે લોકસભા ચૂંટણી  (Lok sabha elections 2019)માં ફરીથી સત્તાની ચાવી પીએમ મોદીને સોંપી દીધી છે. બપોર સુધી લોકસભાના (Lok sabha election results 2019) ટ્રેન્ડમાં એનડીએ 342 સીટો પર બઢતી જાળવી રાખી છે, આ ઉપરાંત ભાજપે પોતાના દમ પર 292 સીટો પર પરચમ ફરકાવતી જોવા મળી રહી છે. તેનાથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો અને શેર બજારમાં જોરદાર લેવાલી થઇ. તેનાથી રોકાણકારોને ચાંદી થઇ ગઇ. શેર માર્કેટની વચ્ચે રોકાણકારોને 10 થી 15 મિનિટમાં 2.87 લાખ કરોડ કમાઇ લીધા.
 

સેન્સેક્સે બનાવ્યો રેકોર્ડ હાઇ
સેન્સેક્સે અત્યાર સુધી હાઇ લેવલ પર પહોંચતાં રોકાણકારોની સંપત્તિમાં કુલ 2.87 લાખ કરોડનો વધારો થયો છે. મુંબઇ શેર બજારનો સંવેદી ઇન્ડેક્સ બપોરના કારોબારમાં 900 પોઇન્ટથી વધીને 40,012.35 પોઇન્ટ પર પહોંચી ગયો. એક સમય સેંન્સેક્સ 40,124.96 પોઇન્ટનો રેકોર્ડ ઉંચાઇને પાર કરી ગયો. શેર બજારમાં રેકોર્ડ તેજીના વલણ સાથે જ મુંબઇ શેર માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓના બજાર પૂંજીકરણમાં 2.87 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.  

માર્કેટ કેપિટલ વધીને 1.53 લાખ કરોડ થયો
કુલ માર્કેટ કેપિટલ આ વધીને 1 કરોડ 53 લાખ કરોડ સુધી પહોંચી ગયો. બુધવારે કારોબારની સમાપ્તિ પર શેરોના માર્કેટ કેપ 1 કરોડ 50 લાખ કરોડ રૂપિયા પર હતા. ચૂંટણીના ટ્રેન્ડ વચ્ચે ગુરૂવારે બેંક શેરોમાં સારી તેજી જોવા મળી. સેન્સેક્સમાં સામેલ શેરોમાં યસ બેંક, ઇંડસઇંડ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક બે6ક અને રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં સારી તેજી રહી.

આ રીતે થયો રોકાણકારોને ફાયદો
શેર બજાર ગુરૂવારે સવારે ખુલતાં જ 750 પોઇન્ટ વધી ગયો. જ્યારે સેન્સેક્સ વધીને 38,850 ની આસપાસ પહોંચ્યો તો માર્કેટ કેપ વધીને 1.53 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો. બુધવારે કારોબારી સત્રના અંતમાં સેન્સેક્સ 39,110ના સ્તર પર બંધ થયો હતો અને તે સમયે માર્કેટ કેપ લગભગ 1.50 લાખ કરોડ રૂપિયા હતો.

આ શેરોમાં પણ થઇ કમાણી
બેંક શેરોમાં ગુરૂવારે રોકાણકારોને જોરદાર કમાણી કરવા ઉપરાંત ઓટો, મેટલ, ફાઇનાશિયલ સર્વિસિઝ અને રિયલ્ટી શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી. અન્ય શેરોમાં એલએન્ડટી, એરટેલ, આરઆઇએલ, મારૂતિ, એચયૂએલ અને બજાજ ફાઇનાન્સમાં તેજી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news