₹75 થી વધીને ₹475 ને પાર પહોંચ્યો આ શેર, 3 વર્ષમાં કર્યો કમાલ, રોકાણકારો થયા માલામાલ
શેર બજારમાં ઘણી એવી કંપની છે, જેણે પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ કંપનીઓમાં ઈન્વેસ્ટરો લાંબા સમય સુધી રોકાણ કરીને કરોડપતિ બની ગયા છે. આવી એક કંપની પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે, જેણે પોતાના ઈન્વેસ્ટરો પર રૂપિયાનો વરસાદ કર્યો છે.
નવી દિલ્હીઃ ઈથેનોલ સોલ્યૂશન સાથે જોડાયેલી પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Praj industries Limited) ના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન કંપનીના સ્ટોકે 535 ટકાનું રિટર્ન આપ્યું છે. નોંધનીય છે કે કંપનીના શેર 28 ઓગસ્ટ 2020ના 74.9 રૂપિયા પર બંધ થયા હતા. તેના ત્રણ વર્ષ બાદ 28 ઓગસ્ટ, 2023ના બીએસઈ પર કંપનીના શેર 475.60 રૂપિયા પર બંધ થયા છે. તો છેલ્લા બે વર્ષમાં કંપનીના સ્ટોક 40.7 ટકા જ્યારે છેલ્લા એક વર્ષમાં 22 ટકા વધ્યા છે. આજે મંગળવારે કંપનીના શેર બીએસઈ પર 3 ટકાની તેજીની સાથે 490.30 રૂપિયા પર કારોબાર કરી રહ્યાં છે.
આવી રહી શેરની સ્થિતિ
નોંધનીય છે કે કંપનીના શેર સોમવારે બીએસઈ ઈન્ડેક્સ પર 475.60 રૂપિયા પર બંધ થયા હતા. જ્યારે આજથી એક વર્ષ પહેલા 29 ઓગસ્ટ 2022ના કંપનીના શેરનો ભાવ 406.90 રૂપિયા હતો. નોંધનીય છે કે કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 514 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 299 રૂપિયા છે. તો કંપનીની કુલ માર્કેટ કેપ 9074.51 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચોઃ આ નવરત્ન કંપનીના સ્ટોકે 1 લાખના બનાવી દીધા 6.15 કરોડ, મોટો ઓર્ડર મળતા શેરમાં તેજી
કંપનીનું પરફોર્મંસ
નોંધનીય છે કે કંપનીએ જૂન 2023ના ક્વાર્ટરમાં 58.7 કરોડ રૂપિયાનો પ્રોફિટ કર્યોહતો. જ્યારે પાછલા વર્ષે આ સમયગાળામાં કંપનીને 41.3 કરોડનો નફો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યૂ વધી 748.8 કરોડ રૂપિયા થઈ ગયું, જે એક વર્ષ પહેલા 735.4 કરોડ રૂપિયા હતું. જ્યારે કંપનીનો પ્રોફિટ પ્રથમ ક્વાર્ટરમાં 75.5 કરોડ રૂપિયા થઈ ગયો, જે પાછલા વર્ષની જૂન ક્વાર્ટરમાં 55.9 કરોડ રૂપિયા હતો.
શું કરે છે કંપની
પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક બાયોટેક્નોલોજી કંપની છે. કંપની ઇથેનોલ પ્રોડક્શન સાથે જોડાયેલી ચે. નોંધનીય છે કે પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દુનિયાનું 10 ટકા ઇથેનોલ પ્રોડક્શન (ચીનને છોડી) એકલી કરે છે. કંપનીની બિઝનેસ લાઇનમાં બાયોએનર્જી, હાઈપ્યોરિટી સિસ્ટમ્સ, ક્રિટિકલ પ્રોસેસ ઈક્વિપમેન્ટ એન્ડ સ્કિડ્સ, વેસ્ટવોટર ટ્રીટમેન્ અને બ્રૂઅરી એન્ડ બેવરેજેઝ સામેલ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને અધીન હોય છે અને રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝ સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube