કોરોના વાયરસથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 800 તો નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઘટાડો
શેર બજારમાં સોમવારે ભારે વેચવાલી થઈ હતી. સેન્સેક્સ 806.89 પોઈન્ટના ઘટાડા સાથે 40,363.23 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન એકવાર 40,306.36ની નિચલી સપાટી પર પહોંચી ગયો હતો.
મુંબઈઃ શેર બજારમાં સોમવારે ભારે વેચવાલી થઈ હતી. સેન્સેક્સ 806.89 પોઈન્ટના ઘટાડા સાથે 40,363.23 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન એકવાર 40,306.36ની નિચલી સપાટી પર પહોંચી ગયો હતો. નિફ્ટી 251.45 પોઈન્ટના ઘટાડા સાથે 11,829.40 પોઈન્ટ પર બંધ થયો હતો. ઇન્ટ્રા-ડેમાં તે 11,813.40 નિચલા સ્તર પર પહોંચ્યો હતો. કારોબારીઓનું કહેવું છે કે ચીન સિવાય અન્ય દેશોમાં કોરોના વાયરસના કેસ વધતા રોકાણકારોના મનમાં ચિંતા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ પણ પહેલા કહ્યું કે, મંદીનો સામનો કરી રહેલા ઇકોનોમીમાં રિકવરી કોરોના વાયરસની અસરથી મુશ્કેલ બની શકે છે.
એક્સિસ બેન્કના શેરમાં 2 ટકાનો ઘટાડો
સેન્સેક્સના 30માંથી 26 અને નિફ્ટીના 50માંથી 43 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો. એચડીએફસીમાં 2.5 ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં 2.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એનટીપીસી 2.3% અને એક્સિસ બેન્કના શેર 2.3% નીચે આવ્યા હતા.
ટાઇટનના શેરમાં 1.5 ટકાનો ઘટાડો
આઈટીસી અને પાવર ગ્રિડના શેરમાં પણ 2-2 ટકાનો ઘટાડો થયો હતો. મારૂતિના શેરમાં 1.9 ટકા અને હીરો મોટોકોર્પમાં 1.8 ટકાનું નુકસાન થયું હતું. ઓએનજીસીના શેર પણ 1.8 ટકા ઘટ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.6 ટકા અને ટાઇટનના શેરમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ડોલરના મુકાબલે રૂપિયા 72ની નજીક
ડોલરના મુકાબલે રૂપિયો આજે 30 પૈસા નબળો પડીને 71.94 પર આવી ગયો હતો. આ બે મહિનામાં સૌથી નિચલુ સ્તર છે. શેર બજારમાં મંદી અને વિશ્વભરની કરન્સીના મુકાબલે ડોલરમાં મજબૂતી આવવાથી રૂપિયા પર દબાવ વધી ગયો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube