નવી દિલ્લીઃ શેરબજાર અનેક જોખમોને આધિન હોય છે તેમાં નફો-નુકસાન થતું હોય છે. પરંતુ ઘણા એવા સ્ટોક છે જેણે શેરધારકોની જિંદગી જન્નત બનાવી દીધી છે. આવા જ શેરોમાં એક શેર જે કેમિકલ સાથે જોડાયેલો છે. શેરબજારમાં આશાથી વધારે રિટર્ન મળવાની સંભાવના રહેલી હોય છે. અને તેના જ કારણે લોકો શેરબજાર તરફ વધારે આકર્ષિત થતા હોય છે. બજારમાં એક એવો શેર છે જેણે લોન્ગ ટર્મ લોકોને ખુબ જ વધારે નફો કમાવીને આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


આટલો વધ્યો આ શેર:
શેરબજારમાં અતુલ લિમિટેડ કંપનીના શેરે તેના રોકાણકારોને બંપર નફો કમાવી આપ્યો છે. 22 વર્ષની અંદર કંપનીએ રોકાણકારોની મૂડીને અનેક ગણી કરી નાંખી. અતુલ લિમિટેડ કેમિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની છે. જો 1 જાન્યુઆરી 1999ની વાત કરીએ તો આ શેરની કિંમત 22 રૂપિયા હતી. 22 જુલાઈ 2022ના રોજ NSE પર આ સ્ટોકનો બંધ ભાવ 8 હજાર 644.50 રૂપિયા છે.


10 રૂપિયાથી 10 હજારની સફર:
5 મે, વર્ષ 2000ના રોજ આ શેરની કિંમત 10.35 રૂપિયા હતી. આ સ્ટોકે વર્ષ 2021 અને વર્ષ 2022માં 10 હજારની કિંમતને પણ પાર કરી દીધી. હાલમાં આ સ્ટૉકની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 10 હજાર 969 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 7 હજાર 750 રૂપિયા છે. આ શેરે 22 વર્ષમાં 10 રૂપિયાથી 10 હજાર રૂપિયા સુધીની સફર કરી છે.


કરોડનું આપ્યું રિટર્ન!
જો કોઈ વ્યક્તિએ વર્ષ 2000માં અતુલ લિમિટેડના એક હજાર શેર 10 રૂપિયાના ભાવે ખરીદ્યા હોત તેને રૂપિયા 10 હજારનું રોકાણ કરવું પડતું. બીજી તરફ જો તે એક હજાર શેર 10 હજાર 900ના ભાવે વેચવામાં આવ્યા હોત તો રોકાણકારને 1 કરોડ 9 લાખ રૂપિયાનું વળતર મળતું. બીજી તરફ જો એક હજાર શેર 8 હજાર 600માં પણ વેચાયા હોત તો રોકાણકારને 86 લાખ રૂપિયાનું વળતર મળતું.


(Disclaimer: - શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા, નિષ્ણાતોની સલાહ અવશ્ય લો. ZEE 24 કલાક તમને કોઈપણ પ્રકારના રોકાણ માટે સલાહ આપતું નથી.)