નવી દિલ્હી : મંગળવારે શેરબજારે નવો ઇતિહાસ રચી દીધો છે. નવો રેકોર્ડ બનાવી રહેલા શેરબજારે અઠવાડિયાના બીજા દિવસે પણ રેકોર્ડ ઉંચાઈનો અનુભવ કર્યો. સેન્સેક્સ 38814.76 પર ખુલ્યો જ્યારે નિફ્ટી 11,731.95ના સ્તર પર ઓપન થયો. સેન્સેક્સમાં 200થી વધારે અંકોની તેજી જોવા મળી છે જ્યારે નિફ્ટી પણ 64 અંક ઉપર બિઝનેસ કરી રહ્યો છે. આ બંને ઇન્ડેક્સમાં લગભગ 0.50 ટકાથી વધારે તેજી જોવા મળી રહી છે. મંગળવારે માર્કેટમાં ચારે તરફ લેવાલીનો માહોલ જોવા મળ્યો. ઓગસ્ટ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી 10મી વખત રેકોર્ડ હાઇ પર ખુલ્યા છે. બિઝનેસ દરમિયાન સેન્સેક્સ 38,920.14ના ઓલટાઇમ હાઇ સ્તર સુધી પહોંચ્યો હતો. નિફ્ટી પહેલીવાર 11,756.05ના સ્તર સુધી પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સેક્સ પહેલીવાર 38,800ને પાર 
- 28 ઓગસ્ટે સેન્સેક્સ પહેલી વાર 38,814.76 પર ખુલ્યો. શરૂઆતના બિજનેસમાં સેન્સેક્સે 38,920.14નો નવો રેકોર્ડ બનાવ્યો. 
- 27 ઓગસ્ટે સેન્સેક્સ પહેલી વાર 38,736.88ના સ્તર સુધી પહોંચ્યો. એ 38694ના સ્તર પર બંધ થયો. 
- 27 ઓગસ્ટે સેન્સેક્સ 259.42 પોઇન્ટના ઉછાળ સાથે 38,511.22 અંકના રેકોર્ડ સ્તર પર ખુલ્યો. 
- 23 ઓગસ્ટે સેન્સેક્સ 38,487.63ના નવા ઉપરી સ્તર સુધી પહોંચ્યો. 
- 21 ઓગસ્ટે સેન્સેક્સ પહેલી વાર 38,400ના સ્તરને પાર કરીને 38402.96ના ઓલટાઇમ હાઇ સ્તર સુધી પહોંચ્યો હતો. 
- 20 ઓગસ્ટે સેન્સેક્સ 38340.69ના સ્તર સુધી પહોંચ્યો હતો. 
- 09 ઓગસ્ટે સેન્સેક્સ 38,076.23ના ઓલટાઇણ હાઇ સ્તર સુધી પહોંચ્યો હતો. 
- 08 ઓગસ્ટે સેન્સેક્સે 37,931.42ના સ્તર પર ટકોરા માર્યા હતા. 
- 07 ઓગસ્ટે સેન્સેક્સે 37,876.87ના સ્તરને સ્પર્શ કર્યો હતો. 
- 06 ઓગસ્ટે સેન્સેક્સ 37,805.25ના ઓલટાઇમ હાઇ સ્તર સુધી પહોંચ્યો હતો. 
- 01 ઓગસ્ટે સેન્સેક્સે 37,711.87ના સ્તરની સીમાને સ્પર્શ કર્યો હતો. 


નિફ્ટી પહોંચ્યો નવી ઉંચાઈ સુધી 
- 28 ઓગસ્ટે નિફ્ટી પહેલી વાર 11,731.95ના સ્તર પર ખુલ્યો. શરૂઆતના બિઝનેસમાં નિફ્ટીએ 11,756.05નો નવો રેકોર્ડ બનાવ્યો. 
- 27 ઓગસ્ટે નિફ્ટીએ 11,700.95ના સ્તરને સ્પર્શ કર્યો.
- 27 ઓગસ્ટે નિફ્ટી 11,605.85ના સ્તર પર ખુલ્યો. 
- 23 ઓગસ્ટે નિફ્ટી પહેલી વાર 11,600ને પાર થયો અને 11,620.70ના સ્તર પર પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો. 
- 21 ઓગસ્ટે નિફ્ટી 11,581.75ના નવા સ્તર સુધી પહોંચ્યો. 
- 20 ઓગસ્ટે નિફ્ટી પહેલી વાર 11,500ના સ્તરને પાર કરી ગયો અને 11,565.30ના રેકોર્ડ પર હાઇ થયો હતો. 
- 09 ઓગસ્ટે નિફ્ટી 11,495.20ના ઓલટાઇમ હાઇ પર ગયો હતો. 
- 08 ઓગસ્ટે નિફ્ટી 11,459.95ની નવી ઉંચાઈ સુધી પહોંચ્યો હતો. 
- 07 ઓગસ્ટે નિફ્ટીએ 11428.95નું સ્તર ટચ કર્યું હતું. 
- 06 ઓગસ્ટે નિફ્ટી પહેલી વાર 11,400ના સ્તરને પાર કરવામાં સફળ સાબિત થયો હતો. આ સમયે નિફ્ટીએ 11,427.65નો ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો. 
- 01 ઓગસ્ટ 2018એ નિફ્ટીને 11,390.55ની નવી ઉંચાઈએ પહોંચાડ્યો હતો. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...