નવી દિલ્હીઃ જો કોઈ જીવનમાં સફળ થવા ઈચ્છે છે તો પોતાની મહેનત અને સારા આઇડિયાની મદદથી મોટી સિદ્ધિ મેળવી શકાય છે. એવા ઘણા લોકો છે જે પોતાની સફળતાની કહાનીથી લોકોને પ્રેરિત કરે છે. આજે અમે તમને એક એવી મહિલાની સફળતાની કહાની જણાવી રહ્યાં છીએ જે એક સમયે માત્ર હાઉસવાઇફ હતી, પરંતુ આજે બિઝનેસની દુનિયામાં નવો મુકામ હાસિલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉધાર લઈ શરી કરી લોન્જરી બ્રાન્ડ
શીલા કોચૌસેફ ચિત્તિલાપિલ્લઈ (Sheela Kochouseph Chittilappilly Success Story)એ ઉધારના પૈસાથી વી-સ્ટાર ક્રિએશનની શરૂઆત કરી હતી. તેના પતિ કોચૈસેફ થોમસ ચિત્તિલાપિલ્લઈ મેગ્નેટ અને વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક છે. ત્યારબાદ શીલા કોચૌસેફે પોતાની દમ પર વી-સ્ટાર ક્રિએશનની શરૂઆત કરી. ભાડાની જમીન પર શરૂ કરેલો બિઝનેસ આજે 125 કરોડ રૂપિયાનો કારોબાર કરી રહ્યો છે. 


કેરલ સાથે સંબંધ ધરાવનાર વી-સ્ટાર ક્રિએશનના સંસ્થાપક અને એમડી શીલા કે પણ કારોબારી હતી. જેણે પોતાના પિતાના નિધન બાદ ખુબ મહેનત કરી. તે બાળપણથી ડ્રેસ મેકિંગ કરતી હતી. તેની આ ટેલેન્ટથી તેણે સફળતા મેળવી અને આજે દિગ્ગજ કારોબારીમાં સામેલ છે. 


આ પણ વાંચોઃ તમે પણ રોકડમાં કરી રહ્યાં છો ટ્રાન્ઝેક્શન તો આવી શકે છે Income Tax ની નોટિસ, જાણો


પતિની માની સલાહ
શીલા કોચૌસેફ ચિત્તિલાપિલ્લઈને તેના પતિએ ખુદનો બિઝનેસ શરૂ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેણે લોન લઈને ભાડાની જમીન પર કારોબાર કરવાનું કહ્યું હતું. તેણે પોતાના પ્રથમ બિઝનેસની શરૂઆત વી-સ્ટાર સલવાર કમીઝ સાથે કરી હતી.


વર્ષ 1995માં શીલાએ 20 લાખ રૂપિયાનું રોકાણ કરી વી-સ્ટાર ક્રિએશન શરૂ કર્યું હતું. શરૂઆતમાં માત્ર 10 કર્મચારીઓ સાથે પોતાના કામની શરૂઆત કરી હતી. તેણે ખુબ આલોચનાનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ શીલાએ ક્યારેય હિંમત ન હારી અને આજે મોટું સામ્રાજ્ય ઉભું કરી દીધું છે.