નવી દિલ્હી: ભારતીય ટીવી કંપની Shincoએ બજારમાં ચીની કંપની  Xiaomiને ટક્કર આપવા માટે ત્રણ દમદાર સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. આ ટીવીની કિંમત ઘણી વ્યાજબી છે. જેથી લોકો તેની સરળતાથી ખરીરી કરી શકે છે. શિંકોએ ટીવીમાં તે લેટેસ્ટ ખુબીઓ છે, જે એક સ્માર્ટ ટીવીમાં આજના જમાનામાં હોવી જઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- BSNLએ લોન્ચ કર્યું BookMyFiber પોર્ટલ, દેશના દરેક ખુણામાં મળશે ફાઇબર ઇન્ટરનેટ કનેક્શન


આ ટીવીના મોડલને ક્યા લોન્ચ
Shincoએ સ્માર્ટ ટીવીના ત્રણ મોડલ SO43AS (43-inch FHD), SO50QBT (49-inch 4K) અને SO55QBT (55-inch 4K)ને લોન્ચ કર્યા છે. નવા લોન્ચ કરેલા સ્માર્ટ ટીવીમાં સૌથી અફોર્ડેબલ મોડલ SO43AS છે. જેની કિંમત કંપનીએ 16,999 રૂપિયા રાખી છે. ત્યારે SO50QBT સ્માર્ટ ટીવીની કિંમત 24,250 રૂપિયા અને SO55QBTની કિંમત 28,299 રૂપિયા રાખી છે.


આ પણ વાંચો:- આ તારીખથી શરૂ થઇ શકે છે Google Pixel 5, Pixel 4a 5Gનું પ્રી બુકિંગ


આ છે SO43ASના ફીચર્સ के फीचर्स
SO43AS Full HD સ્માર્ટ ટીવીની ડિસ્પ્લે પેનલનું રીઝોલ્યુશન 1920 x 1080 છે. આ સ્માર્ટ ટીવી Quantum Luminit ટેક્નોલોજીની સાથે રજૂ કરવામાં આવ્યું છે. સ્માર્ટ ટીવીમાં 2 USB પોર્ટ અને 3 HDMI પોર્ટ આપ્યા છે. અને A-53 ક્વોર્ડ ફોર પ્રોસેસર 1GB RAM અને 8GB ROMની સાથે Wi-Fi કનેક્ટિવિટી આપવામાં આવી છે. Shincoનું આ સ્માર્ટ ટીવી Android 8.0 પર આધારી કંપનીના કસ્ટમાઇઝ્ડ UNIWALL-UI (Cloud TV Certified AOSP, Android 8) રપ રન કરે છે.


આ પણ વાંચો:- Xiaomi લોન્ચ કરશે રિમૂવેબલ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન


આ સ્માર્ટ ટીવી અલગ અળગ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ અને CDE (Content Discovery Engine ) સપોર્ટની સાથે આવે છે. Shinco સ્માર્ટ ટીવીમાં 20W સરાઉન્ડિંગ બોક્સ સ્પીકર આપવામાં આવ્યા છે. બીજા અન્ય ફીચરની વાત કરીએ તો તેમાં સિનેમા અને ક્રિકેટ પિક્ચર મોડ આફવામાં આવ્યો છે. iOS અને એન્ડ્રોયડ સ્માર્ટ ફોનના એર માઉસની જેમ યૂઝ કરી શકો તે માટે ઇ-શેર ફીચર આપ્યું છે. આ સાથે જ સ્ક્રીન મિરર ફીચર પણ આપ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube