BSNLએ લોન્ચ કર્યું BookMyFiber પોર્ટલ, દેશના દરેક ખુણામાં મળશે ફાઇબર ઇન્ટરનેટ કનેક્શન

હવે દેશના પ્રત્યેક ખુણામાં ફાઇબર ઇન્ટરનેટ કનેક્શન લોકોને મળશે. તેના માટે BSNLએ BookMyFiber પોર્ટલ લોન્ચ કર્યું છે. BSNLએ આ સર્વિસને દેશભરના તમામ ટેલીકોમ સર્કલમાં રજૂ કરી છે. તેનાથી હવે ફાઇબર ઇન્ટરનેટની પહોંચ દેશના દુર દુરના વિસ્તારો સુધી પહોંચશે.
BSNLએ લોન્ચ કર્યું BookMyFiber પોર્ટલ, દેશના દરેક ખુણામાં મળશે ફાઇબર ઇન્ટરનેટ કનેક્શન

નવી દિલ્હી: હવે દેશના પ્રત્યેક ખુણામાં ફાઇબર ઇન્ટરનેટ કનેક્શન લોકોને મળશે. તેના માટે BSNLએ BookMyFiber પોર્ટલ લોન્ચ કર્યું છે. BSNLએ આ સર્વિસને દેશભરના તમામ ટેલીકોમ સર્કલમાં રજૂ કરી છે. તેનાથી હવે ફાઇબર ઇન્ટરનેટની પહોંચ દેશના દુર દુરના વિસ્તારો સુધી પહોંચશે.

Plan કરી શકશો સિલેક્ટ
પોર્ટલ પર એક ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે. જેના પર જરૂરી જાણકારી ભર્યા બાદ લોકેશન પણ જણાવવું પડશે. BookMyFiber પોર્ટલ પર જઇને તમારી જરૂરીયાતના આભારથી પ્લાન સિલેક્ટ કરી શકો છો. આ પોર્ટલ પર સૌથી મોંઘા પ્લાનની કિંમત 16,999 રૂપિયા છે. તેમાં તમને 100 Mbpsની સ્પીડ દરરોદ 170 જીબી ઇન્ટરનેટ મળશે અને ડેટા પુર્ણ થયા બાદ 10 Mbpsની સ્પીડથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો.

ફ્રીમાં મળશે 10 Mbps સ્પીડ
Work@Home BB પ્લાન અંતર્ગત યૂઝર્સને ફ્રીમાં 10 Mbpsની સ્પીડથી રોજ 5 જીબી ઇન્ટરનેટ મળશે. 5 જીબી ડેટા પૂર્ણ થયા બાદ સ્પીડ 1 Mbpsની થઇ જશે. ત્યારબાદ પ્લાન તમારે સિલેક્ટ કરવાનો રહશે.

આ રીતે કરો એપ્લાય
સૌથી પહેલા કંપનીની ઓફિશિયલ વેબસાઇટ http://bookmyfiber.bsnl.co.in પર જાઓ. આ લિંક પર ગયા બાદ તમારી સામે એક પેજ ઓપન થશે. અહીં તમારે તમારું લોકેશન, પિનકોડ, નામ, મોબાઇલ નંબર, ઇમેલ અને આઇડી ભરવાનું રહેશે. ત્યારબાદ તમારી પાસે એક ઓટીપી આવશે. જેને ભરવાથી તમે તમારા વિસ્તારમાં ચાલતા પ્લાન વિશે જાણી શકશો. ત્યારબાદ તમે તમારી સુવિધાના આધારે પ્લાન સિલેક્ટ કરી લોકેશન પર ક્લિક કરો અને સબમિટ કરો. હવે રજિસ્ટ્રેશન થઇ ગયા બાદ કંપની તમારો સંપર્ક કરશે અને તમારું કનેક્શન જોડી જશે.

પોર્ટલમાં સરળથી નેવિગેટ કરતું ઇન્ટરફેસ છે. સરનામું ટાઇપ કરવાને બદલે, તમે પોઇન્ટરને તેના યોગ્ય સ્થાન પર ડ્રેગ પણ શકો છો. ડ્રેગ કરવાથી સરનામું બોક્સમાં દેખાશે. ગ્રાહકે રાજ્ય, પિન કોડ, નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ જેવી આ માહિતી ભરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news