Stocks to BUY: શેર બજારે આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. નિફ્ટી 22967 પર બંધ થયો છે. છેલ્લા છ કારોબારી સત્રથી સતત તેજી જોવા મળી રહી છે. આ તેજીના માહોલમાં સેઠી ફિનમાર્ટના વિકાસ સેઠીએ કેશ માર્કેટમાં Cheviot Company અને Jammu and Kashmir Bank ને શોર્ટ ટર્મ ઈન્વેસ્ટરો માટે પસંદ કર્યાં છે. આવો તે માટે ટાર્ગેટ સહિત રોકાણની વિગત જાણીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cheviot Company Share Price Target
Cheviot Company નો શેર ગુરૂવારે પોણા ચાર ટકાની તેજી સાથે 1558 રૂપિયા પર બંધ થયો છે. પશ્ચિમ બંગાળ આધારિત આ કંપની શણની બેગ સહિત ઘણી વસ્તુઓ બનાવે છે. કંપનીનું 42 ટકા રેવેન્યૂ એક્સપોર્ટથી આવે છે. કંપનીના ફન્ડામેન્ટલ મજબૂત છે. ઝીરો ડેટવાળી કંપની છે, જેનો માર્જિન રેશિયો સારો છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ આકર્ષક છે. 24 મેએ બોર્ડની બેઠક છે, જેમાં બાયબેક અને ડિવિડેન્ડનો નિર્ણય થઈ શકે છે. 1490 રૂપિયાના સ્ટોપલોસની સાથે 1600 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ એકવાર રોકાણ કરો જીવનભર પેન્શન મેળવો, LIC ની આ સ્કીમમાં તમને દર મહિને મળશે પૈસા


Jammu Kashmir Bank Share Price Target
એક્સપર્ટની બીજી પસંદ Jammu Kashmir Bank છે. આ શેર 0.3 ટકાની તેજીની સાથે 130 રૂપિયા પર બંધ થયો છે. RBI એ સરકાર માટે જે રેકોર્ડ ડિવિડેન્ડની જાહેરાત કરી છે, ત્યારબાદ બધા બેન્કિંગ સ્ટોક્સ એક્શનમાં છે. ફન્ડામેન્ટલ મજબૂત છે. વ્યાજદર અને એનપીએ પણ સારો છે. ક્વાર્ટર ચારનું પરિણામ સારૂ રહ્યું છે. 127 રૂપિયાના સ્ટોપલોસ સાથે 142 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.


(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ/એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)