નવી દિલ્હીઃ ઘરેલુ સોની બજારમાં મંગળવારે સોનાની કિંમતમાં વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવમાં 55 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો હતો. આ વધારા બાદ સોનાની કિંમત દિલ્હીમાં 50,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સિક્યોરિટીઝ અનુસાર મજબૂત વૈશ્વિક વલણને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોમવારે સોનું 50,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાની સાથે ચાંદીની હાજર કિંમતોમાં પણ મંગળવારે વધારો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત મગળવારે 170 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે 61780 રૂપિયા પર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોમવારે ચાંદી 61610 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 


એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં મજબૂત વૈશ્વિક વલણને કારણે મંગળવારે 55 રૂપિયાનો વધારો થયો છે. 


મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ ઘટાડો, ટોપ 10 અમીરોની યાદીમાંથી થઈ શકે છે બહાર!


વૈશ્વિક સ્તર પર સોનું
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો બ્લૂમબર્ગ અનુસાર, મંગળવારે સાંજે કોમેક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.48 ટકા કે 9 ડોલરના વધારા સાથે 1901.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતું જોવા મળ્યું હતું. તો સોનાનો વૈશ્વિક હાજર ભાવ આ સમયે 0.28 ટકા એટલે કે 5.26 ડોલરના વધારા સાથે 1900.74 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube