તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ
Edible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
Groundnut Oil Prices રાજકોટ : શ્રાવણથી તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. આવામાં મોંઘવારીના મારની પણ શરૂઆત થઈ ગઈ છે. રાજકોટમાં આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. એક તરફ ગણપતિ બાપ્પાનું આગમન થયું છે, અને બીજી તરફ ગુજરાતની જનતા પર આજે મોંઘવારીનો માર ઝીંકાયો છે. આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.
કપાસીયાના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કે, સીંગતેલના ભાવમાં 60 રૂપિયા જેવો વધારો થયો છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.
કેટલો થયો ભાવ
- સીંગતેલના ડબ્બાના ભાવ 2690 રૂપિયા
- કપાસિયાના તેલના ભાવ 1740 થયો
અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે.
કેનેડામાં ગુજરાતીઓની રોજીરોટી છીનવાઈ! હવે કેનેડા જવું કોઈને પોસાય તેમ નથી, 35 ટકાનો ઘટાડો
અત્યાર સુધી કેટલોભાવ વધ્યો
- 7 સપ્ટેમ્બર - સિંગતેલમાં 60 રૂપિયા અને કપાસિયા તેલમાં 70 રૂપિયા
- 29 જુલાઈ - 80 રૂપિયાનો વધારો
- 16 જુલાઈ - 40 રૂપિયાનો વધારો
- 4 જુલાઈ - 70 રૂપિયાનો વધારો
- 29 જુન - 30 રૂપિયાનો વધારો
- 5 મે- 10 રૂપિયાનો વધારો
મગફળીના પાક પર વરસાદે પાણી ફેરવ્યું
સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે. મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં તેલના ભાવમાં હજી ભડકો થાય તેવી શક્યતા વધારે છે.
હવામાન વિભાગની નવી આગાહી : 8 જિલ્લાઓને અપાયું અલ્ટીમેટમ, ગમે ત્યારે તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ