હવામાન વિભાગની નવી આગાહી : 8 જિલ્લાઓને અપાયું અલ્ટીમેટમ, ગમે ત્યારે તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ

Heavy Rainfall Alert :  છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 103થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

13-14થી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે

1/5
image

બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બન તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે, તેવી શક્યતાઓ છે. જોકે, આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં, તે અત્યારથી નક્કી કહી શકાય નહીં. પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે. જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13-14થી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે.

આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી

2/5
image

આજે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ગાંધીનગર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. તો છોટાઉદેપુર, ખેડા અને વલસાડમાં પણ વરસાદ આવી શકે છે. દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં પણ વરસાદ આવશે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની હવામાનની આગાહી છે. ઉત્તરપૂર્વી રાજસ્થાનમાં ઉદભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટર્ફ તેમજ બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણને કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

આગામી 7 દિવસ ભારે 

3/5
image

ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે રાજ્યના ઉત્તર અને પૂર્વી જિલ્લાઓમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે અનેક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે સપ્ટેમ્બરે અરવલ્લી અને મહીસાગરમાં છુટોછવાયો ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. (Image : IMD, India Meteorological Department)

8 સપ્ટેમ્બરની વરસાદની આગાહી

4/5
image

આવતીકાલે 8 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. (Image : IMD, India Meteorological Department) 

અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

5/5
image

ઉત્તરપૂર્વી રાજસ્થાનમાં ઉદભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટર્ફ તેમજ બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણને કારણે વરસાદ આવી રહ્યો છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 52 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ગુજરાત રીજીયનમાં 29 ટકા અને સૌરાષ્ટ્ર રીજીયનમાં 84 ટકા વધુ વરસાદ થયો છે. (Image : IMD, India Meteorological Department)