નવી દિલ્હીઃ ઘણા લોકો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરવાનું પસંદ કરે છે. તમે SIP માં રોકાણ કરીને સારો નફો કમાઈ શકો છો. SIP એક પ્રકારની માર્કેટ લિંક્ડ સ્કીમ છે. આવી સ્થિતિમાં, તેમાં મળતું વળતર નિશ્ચિત નથી. જો તમે પણ SIP દ્વારા ભવિષ્ય માટે મોટું ફંડ જમા કરાવવા માંગો છો, તો તમારે કેટલીક બાબતો વિશે જાણવું જ જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SIP માં લાંબા સમય માટે કરો રોકાણ
જો તમે SIP દ્વારા મોટા પૈસા ભેગા કરવા ઈચ્છો છો તો જલ્દી SIP માં રોકાણ કરવાનું શરૂ કરો. લાંબા સમય સુધી SIP માં રોકાણ કરવાથી તમને વધુ લાભ મળશે. જો તમે 20થી 25 વર્ષ સુધી SIP માં રોકાણ કરો છો તો કરોડોનું ફંડ બનાવી શકો છો. 


SIP માં નિયમિત રોકાણ કરો
જો તમે એકવારર એસઆઈપી શરૂ કરો છો તો દર મહિને નિયમિત રોકાણ કરો. દર મહિને ટાઈમથી SIP માં રોકાણ કરવાથી તમે સારો નફો મેળવી શકશો. 


આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં ભારે હલચલ, 80% ટકાથી વધુ કમાણીના સંકેત, 21 તારીખે ખુલશે આ IPO


માર્કેટને જોતા SIP માં રોકાણ કરો
SIP એક પ્રકારની માર્કેટ લિંક્ડ સ્કીમ છે. આવી સ્થિતિમાં બજારને ધ્યાનમાં રાખીને SIPમાં રોકાણ ન કરો. જ્યારે બજાર ધીમી પડી જાય છે ત્યારે ઘણી વખત લોકો તેમના પૈસા ઉપાડવાનું શરૂ કરે છે. તમને જણાવી દઈએ કે આવું કરવાથી તમને નુકસાન થઈ શકે છે. એસઆઈપીમાં રૂપિયાની સરેરાશ કિંમતનો ફાયદો છે, એટલે કે, જો તમે બજારના ઘટાડામાં નાણાંનું રોકાણ કરો છો, તો તમને વધુ એકમો ફાળવવામાં આવશે.


આવક વધે તેમ SIPમાં રોકાણ વધારવું
જો તમારી આવક વધી રહી છે, તો તમે SIPમાં રોકાણ કરેલી રકમ પણ વધારી શકો છો. આનાથી તમે વધુ નફો કમાઈ શકો છો.