ગ્રે માર્કેટમાં ભારે હલચલ, 80% ટકાથી વધુ કમાણીના સંકેત, 21 તારીખે ખુલશે આ કંપનીનો IPO

Waaree Energies IPO ની પ્રાઇસ બેન્ડ 1427-1503 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીએ 9 શેરનો એક લોટ બનાવ્યો છે. આ આઈપીઓ 21 તારીખે ઓપન થશે અને 24 ઓક્ટોબરે બંધ થશે.

ગ્રે માર્કેટમાં ભારે હલચલ, 80% ટકાથી વધુ કમાણીના સંકેત, 21 તારીખે ખુલશે આ કંપનીનો IPO

નવી દિલ્હીઃ વારી એનર્જી આઈપીઓ (Waaree Energies IPO) 4321.44 કરોડ રૂપિયા ભેગા કરવા માટે 21 ઓક્ટોબરે ખુલશે અને આ ઈશ્યુનો જીએમપી ચર્ચામાં છે. વારી એનર્જીને લઈને ગ્રે માર્કેટમાં ભારે હલચલ છે. 

બજાર વિશ્લેષકો અનુસાર અનલિસ્ટેડ માર્કેટમાં  Waaree Energies IPO GMP 1250 રૂપિયા છે, જે કેપ પ્રાઇસની તુલનામાં 83.1 ટકાથી વધુ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા આ ઈશ્યુનો જીએમપી 1545 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ જીએમપીમાં ઝડપથી ઉતાર ચડાવ થાય છે અને તે માત્ર એક સંકેત છે, પરંતુ તેનાથી ઈન્વેસ્ટરોનું વલણ પ્રભાવિત થાય છે. 

Waaree Energies IPO ની પ્રાઇસ બેન્ડ 1427-1503 રૂપિયા પ્રતિ શેર છે. એક લોટમાં 9 શેર છે. તે 3600 કરોડ રૂપિયાના મૂલ્યના 2.4 કરોડ શેરની ફ્રેશ ઈશ્યૂ અને 721.44 કરોડ રૂપિયાના 48 લાખ ઓફએસ શેરનું કોમ્બિનેશન છે. 

waari Energies Limited એ 12 GW ની કુલ સ્થાપિત ક્ષમતા સાથે સૌર PV મોડ્યુલોની ભારતીય ઉત્પાદક છે. 30 જૂન, 2023 સુધીમાં, કંપની ભારતમાં ચાર ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે, જે સુરત, તુંભ, નંદીગ્રામ અને ચીખલીમાં સ્થિત છે.

30 જૂન, 2023 સુધીમાં, Waari Energies 12 GW ની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે, જે તેને સૌર ઉર્જા ક્ષેત્રે માર્કેટ લીડર તરીકે સ્થાન આપે છે.

31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે, કંપનીએ રૂ. 6,750 કરોડની ઓપરેટિંગ આવક નોંધાવી હતી, જે નાણાકીય વર્ષ 22 માં રૂ. 2,854 કરોડ કરતાં નોંધપાત્ર રીતે વધુ હતી.

કર પછીનો નફો રૂ. 500.2 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 22 માં રૂ. 79.6 કરોડ કરતાં લગભગ પાંચ ગણો વધારે હતો, જેમાં રૂ. 642 કરોડની ચોખ્ખી રોકડ અનામત હતી, જે હકારાત્મક રોકડ પ્રવાહ સૂચવે છે.

આઇપીઓમાંથી એકત્ર કરાયેલું ભંડોળ ઓડિશામાં ઇન્ગોટ વેફર્સ, સોલાર સેલ અને પીવી મોડ્યુલ માટે 6 ગીગાવોટ (GW) ઉત્પાદન સુવિધા સ્થાપવા તેમજ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોને સમર્થન આપવા સહિતની મુખ્ય પહેલો માટે ફાળવવામાં આવશે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, ઈન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ અને આઈટીઆઈ કેપિટલ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે. . લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના રજિસ્ટ્રાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news