નવી દિલ્હી: ભારતમાં બેરોજગારો અંગે ખુબ ચર્ચા થાય છે. વાત જાણે એમ છે કે સરકાર માટે પણ આ એક મોટો પડકાર છે. પરંતુ ખુદ સરકાર તરફથી જારી થયેલા આંકડા ખુબ ચોંકાવનારા છે. સરકાર દ્વારા શુક્રવારે જારી કરેલા પેરોલ ડેટા મુજબ જૂન સુધીના 10 મહિનાની અંદર દેશભરમાં 60 લાખથી વધુ લોકોએ નોકરી જ છોડી દીધી છે. જો કે મોટી સંખ્યામાં લોકોને રોજગારી કે નોકરીઓ મળી પણ છે. પરંતુ સરકારે નોકરી છોડવાના આ ટ્રેન્ડને ગંભીરતાથી લેવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ચોંકવનારી વાત એ છે કે નોકરી છોડનારા 46 લાખ લોકો 35 વર્ષ કે તેથી ઓછી ઉંમરના યુવા છે. જેમાંથી અનેક લોકોએ ફરીથી નોકરી જોઈન કરી પણ ખરા અને નથી પણ કરી. એપ્રિલમાં પહેલીવાર પેરોલ ડેટા રિલીઝ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આવું પહેલીવાર થયું છે કે ઈપીએફઓના આંકડાના હિસાબથી લોકો ઔપચારિક નોકરી છોડી રહ્યાં છે. 


એક કરોડ 7 લાખ લોકોએ જોઈન પણ કરી
સરકારે કહ્યું કે સપ્ટેમ્બર 2017થી જૂન 2018 વચ્ચે એક કરોડ 7 લાખ કર્મચારીઓએ ઈપીએફઓ જોઈન કર્યું. જેમાંથી 60 લાખ 4 હજાર કર્મચારીઓએ ઈપીએફઓને યોગદાન કરવાનું બંધ  કર્યું. સરકારે હાલમાં જ ઔપચારિક નોકરીના ટ્રેન્ડને આંકવા માટે ઈપીએફઓના આંકડાને માપદંડ બનાવ્યો છે. 


નોકરીની યોગ્ય સ્થિતિ જાણવી મુશ્કેલ
જો કે સરકારે પોતાના આ રિપોર્ટમાં સ્પષ્ટ નથી કર્યું કે ઈપીએફઓથી કર્મચારીઓ આટલી મોટી સંખ્યામાં કેમ નાતો તોડી રહ્યાં છે. લાઈવ મિંટના અહેવાલ મુજબ એક સરકારી અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે ભારતમાં નોકરીની સ્થિતિની સટીક જાણકારી મેળવવા માટે કોઈ પ્રણાલી જ નથી. 


ઈપીએફઓ ડેટા એક માપદંડ છે. તેમનું કહેવું હતું કે ઈપીએફઓમાં ભાગ ન રાખવા માટે અનેક કારણો છે. અનેકવાર કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ હોવી, ઓટોમેશન, સેલરીમાં અસમાનતા વગેરે મોટા કરાણો છે. ભારતીય શ્રમ બજારમાં નોકરીની ગુણવત્તા પરેશાનીવાળો મુદ્દો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને વર્લ્ડ બેંકે અનેકવાર કહ્યું છે કે ભારતમાં ગુણવત્તાવાળી નોકરીઓની ખુબ જરૂર છે.