નવી દિલ્હી. કોરોના વાયરસ (Corona Virus) એ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધી, જેના કારણે સૌથી વધુ નુકસાન નાના વેપારીઓ અને દૈનિક વેતન કામદારોને થયું જેઓ પોતાનું પેટ ભરવા માટે આખો દિવસ મહેનત કરતા હતા. અમે આવા લોકો માટે બેસ્ટ બિઝનેસ આઈડિયા (Best Business Idea) જણાવવા જઈ રહ્યા છીએ જેમની કમાણી આ કોરોનામાં પ્રભાવિત થઈ છે. આ બિઝનેસ થોડા પૈસા રોકાણ કરીને શરૂ કરી શકાય છે અને એક મહિનામાં ઘણું કમાઈ શકે છે. આ વ્યવસાયમાં, તમે કટલરી ઉત્પાદન એકમ (Cutlery Manufacturing Unit) સ્થાપી શકો છો. સૌથી સારી વાત એ છે કે વ્યવસાય શરૂ કરવા માટે તમને ભારત સરકારની મુદ્રા યોજના (Mudra Scheme) માંથી પણ મદદ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હશે બિઝનેસ
તમને જણાવી દઈએ કે કટલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ એક એવો વ્યવસાય છે, જેની જરૂરીયાત આજકાલ દરેક ઘરમાં હોય છે. આ સિવાય કટલરીની ડિમાન્ડ પાર્ટીઓ, લગ્નો, પિકનિક અને ખાણીપીણીની દુકાનો પર હોય છે. તમે તેમાં મેટલથી બનેલા કટલરી મેન્યુફેક્ચરર્સનો બિઝનેસ (Cutlery Manufacturers Business) શરૂ કરી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે માત્ર 1.14 લાખ રૂપિયા હોવા જોઈએ. આ માટે, તમે સરકારની મુદ્રા યોજના (Mudra Scheme) હેઠળ લોન લઈ શકો છો. એક મહિનામાં વ્યવસાયમાંથી 15000 રૂપિયા સરળતાથી કમાઈ શકાય છે.


રાશિના જાતકોનું મન આજે રહેશે પરેશાન, અશાંતિ-ઉદાસીના કારણે ભટકાઈ શકો છો


આટલો થશે ખર્ચ
સેટ-અપ પર ખર્ચ: 1.8 લાખ રૂપિયા (તેમાં મશીનરી જેમ કે વેલ્ડીંગ સેટ, બફિંગ મોટર, ડ્રિલિંગ મશીન, બેન્ચ ગ્રાઇન્ડર, હેન્ડ ડ્રિલિંગ, હેન્ડ ગ્રાઇન્ડર, બેન્ચ, પેનલ બોર્ડ તેમજ અન્ય ટૂલ્સનો સમાવેશ થાય છે.)


રો મટિરિયલ પર ખર્ચ: 1.20 લાખ રૂપિયા (2 મહિના માટે કાચો માલ)


નોંધ: રિપોર્ટ અનુસાર આટલા રો મટિરિયલમાં દર મહિને 40 હજાર કટલરી, 20 હજાર હેન્ડ ટૂલ અને 20 હજારર એગ્રીકલ્ચર ઇમ્પલીમેન્ટ તૈયાર થઈ શકે છે.


સેલેરી તેમજ અન્ય ખર્ચ: મહિને 30 હજાર રૂપિયા


કુલ ખર્ચ: 33 લાખ રૂપિયા


દુનિયા પર મંડરાઈ રહ્યો છે યુદ્ધનો ખતરો, આ કારણથી ખરાબ થઈ શકે છે સ્થિતિ


કેવી રીતે કમાશો પૈસા?
સરકારના પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, ફિનિશ્ડ પ્રોડક્ટ દર મહિને 1.10 લાખનું વેચાણ પેદા કરે તેવી ધારણા છે. તેના ઉત્પાદનનો ખર્ચ 91,800 રૂપિયા પ્રતિ માસ થશે. તદનુસાર, દર મહિને તમને 18,000 રૂપિયાથી વધુનો નફો થશે. લોનની ચુકવણી કર્યા બાદ અને ઇન્સેન્ટિવ ખર્ચ ઘટાડ્યા બાદ તમારો ચોખ્ખો નફો 14,400 રૂપિયાથી વધુ થશે. આ માટે તમારી પાસેથી ફક્ત 1.14 લાખ રૂપિયા ખર્ચ બતાવવો પડશે. બાકીના ખર્ચમાં સરકાર આશરે 1.26 લાખ રૂપિયાની ટર્મ લોન અને 90,000 રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન આપીને મદદ કરશે.


રોહિત શર્મા નહીં આ ખેલાડી બનશે ટી20 નો નવો કેપ્ટન? ગાવસ્કરે જણાવ્યું મોટું કારણ


આ રીતે કરો આવેદન
કટલરી બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે જો તમે લોન લેવા માંગતા હો, તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. આ માટે, તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં નામ, સરનામું, વ્યવસાયનું સરનામું, શિક્ષણ, વર્તમાન આવક અને કેટલી લોન જરૂરી છે તેની ડિટેલ ભરવાની રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube