Rohit Sharma નહીં આ ખેલાડી બનશે ટી20 નો નવો કેપ્ટન? Sunil Gavaskar એ જણાવ્યું મોટું કારણ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે તેણે ટી20 ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. ICC વર્લ્ડ કપ બાદ કોહલી પોતાનું પદ છોડી દેશે. જોકે, હવે સવાલ ઉભો થવા લાગ્યો છે કે આગામી ટી20 કેપ્ટન કોણ હશે?
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે તેણે ટી20 ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. ICC વર્લ્ડ કપ બાદ કોહલી પોતાનું પદ છોડી દેશે. જોકે, હવે સવાલ ઉભો થવા લાગ્યો છે કે આગામી ટી20 કેપ્ટન કોણ હશે? આ યાદીમાં રોહિત શર્મા (Rohit Sharma) નું નામ પ્રથમ આવે છે. ભારતના વાઈસ કેપ્ટન રોહિત શર્મા કેપ્ટનની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. પરંતુ આ દરમિયાન ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) નું મોટું નિવેદન સામે આવ્યું છે.
ગાવસ્કરના મતે આ ખેલાડીને બનાવવો જોઇએ કેપ્ટન
દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) એ કહ્યું છે કે ભારતે કેએલ રાહુલ (KL Rahul) ને ભવિષ્યના કેપ્ટન તરીકે તૈયાર કરવો જોઈએ. ગાવસ્કર ઈચ્છે છે કે બીસીસીઆઈ અત્યારે રાહુલને ભારતનો ઉપ-કેપ્ટન બનાવે.
આ પણ વાંચો:- મુંબઇના બાંદ્રા-કુર્લામાં અન્ડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રીજ ધરાશાયી, દૂર્ઘટનામાં 13 મજૂરો ઘાયલ
BCCI આગળ જોઈ રહ્યું છે. આગળ વિચારવું જરૂરી છે. ગાવસ્કરે કહ્યું, જો ભારત નવા કેપ્ટનને તૈયાર કરવા માંગે છે, તો રાહુલને જોઈ શકાય છે. તેણે સારું પ્રદર્શન કર્યું છે. હવે ઇંગ્લેન્ડમાં પણ તેની બેટિંગ ઘણી સારી હતી. તે આંતરરાષ્ટ્રીય સ્તરે આઈપીએલ અને 50 ઓવરની ક્રિકેટમાં પણ સારો દેખાવ કરી રહ્યો છે. તેને વાઈસ કેપ્ટન બનાવી શકાય છે.
તમને જણાવી દઈએ કે ગાવસ્કરે કર્ણાટકના ખેલાડી રાહુલની IPL ની કેપ્ટનશીપ કરવા બદલ પ્રશંસા કરી છે. રાહુલ પંજાબ કિંગ્સનો કેપ્ટન છે.
વિરાટ કોહલી રહેશે ટેસ્ટ અને વનડેનો કેપ્ટન
જોકે, વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન્સી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોહલીનું બેટ પહેલાની જેમ ચાલી શકતું નથી. કોહલી છેલ્લા બે વર્ષથી તમામ ફોર્મેટમાં એક પણ સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે. તેના નબળા ફોર્મ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તે ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશિપ કરે છે અને તેનો ભાર તેનાથી સંભાળી શકાતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે