6-12 મહિનામાં આ Small Cap Stock કરાવશે જોરદાર કમાણી, જાણો નવો ટાર્ગેટ
Small Cap Stocks to Buy: બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે ઓટો કમ્પોનેન્ટ બનાવનારી કંપની સ્ટીલ સ્ટ્રિપ્સ વ્હીલ્સ લિમિટેડમાં ખરીદીની સલાહ આપી છે. ગ્રોથનું અનુમાન સારૂ અને વેલ્યુએશન સારી છે.
નવી દિલ્હીઃ Small Cap Stocks to Buy: ઉતાર-ચઢાવ વચ્ચે બુધવારે શેર બજાર જોરદાર રિકવરી સાથે બંધ થયું છે. બજારની આ તેજીમાં ઘણા સ્ટોક્સ દોડવા માટે તૈયાર છે. બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે ઓટો કમ્પોનેન્ટ બનાવનારી કંપની સ્ટીલ સ્ટ્રિપ્સ વ્હીલ્સ લિમિટેડ (Steel Strips Wheels)માં ખરીદીની સલાહ આપી છે. ગ્રોથનું અનુમાન અને વેલ્યુએશન સારી છે. બ્રોકરેજે આગામી 6-12 મહિનાની દ્રષ્ટિએ સ્ટોકમાં રોકાણની સલાહ આપી છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 90 ટકાની તેજી આવી છે.
Steel Strips Wheels: ₹340 નું લેવલ કરશે ટચ
ICICI ડાયરેક્ટે સ્ટીલ સ્ટ્રિપ્સ વ્હીલ્સ (SSWL)પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજે આગામી 6-12 મહિના માટે ખરીદીની સલાહ આપી છે. 24 જાન્યુઆરી 2024ના આ શેર 273 રૂપિયા પર બંધ થયો છે. વર્તમાન ભાવથી શેરમાં આશરે 25 ટકાની તેજી આવી શકે છે. છેલ્લા એક વર્ષમાં ઓટો કમ્પોનેન્ટ બનાવનારી કંપનીનો શેર આશરે 90 ટકા વધી ચુક્યો છે. 6 મહિનામાં શેર 17 ટકા ઉપર ગયો છે. નોંધનીય છે કે સ્ટીલ સ્ટ્રિપ્સ વ્હીલ્સ લિમિટેડ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી માટે સ્ટીલ અને એલોય વ્હીલ્સ બનાવે છે. ભારતમાં તેના 4 પ્લાન્ટ છે. કુલ પ્રોડક્શન ક્ષમતા 2.3 કરોડ વ્હીલ્સ વર્ષે છે.
આ પણ વાંચોઃ ધમાકેદાર કમાણી કરાવવા આવી રહ્યો છે IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, 30 જાન્યુઆરીએ ઓપન થશે
Steel Strips Wheels: શું છે બ્રોકરેજની સલાહ
ICICI ડાયરેક્ટરનું કહેવું છે કે કંપનીને એલોય વ્હીલ ગ્રોથ વિઝિબિલિટી આવી રહી છે. ઘરેલૂ માર્કેટમાં કંપનીનો દબદબો છે. FY23-26E દરમિયાન 11%/19% CAGR રહી શકે છે. સ્ટોક આકર્ષક વેલ્યુએશન (~13x PE, ~8x EV/EBITDA & ~2.3x PB on FY26E) પર છે. SSWL નો ટાર્ગેટ 340 રૂપિયા (18x P/E on FY25-26E average EPS of ₹19)છે.
ડિસ્ક્લેમરઃ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે, આ ઝી 24 કલાકના વિચાર નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે તમારા એડવાઇઝરની સલાહ લો)