નવી દિલ્હીઃ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફારની રાહ આખરે શુક્રવારે સમાપ્ત થઈ ગઈ છે. નાણાં મંત્રાલયે બીજી ત્રિમાસિક ગાળા માટે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં 0.30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રાલયનું નોટિફિકેશન
સ્મોલ સેવિંગ સ્કીમ (Small Savings Scheme)ના વ્યાજદરો પર નાણા મંત્રાલય (Finance Ministry)વ્યાપક ચર્ચા બાદ નિર્ણય કરે છે. સામાન્ય લોકોને સીધી અસર કરનાર આ નિર્ણય વિશે બાદમાં મંત્રાલય નોટિફિકેશન (Finance Ministry Notification)જારી કરે છે. મંત્રાલયે લેટેસ્ટ નોટિફિકેશનમાં કહ્યું કે નાની બચત યોજનાઓ માટે વ્યાજદરો વધારવાનો નિર્ણય કર્યો છે. 


આ ચાર્ટમાં જુઓ તમામ ફેરફાર


કેન્દ્રીય કર્મચારીઓની મોજ, આજે સાંજે થશે મોટી જાહેરાત, પગારમાં થશે વધારો


આ રીતે નક્કી થાય છે વ્યાજદર
નાની બચત યોજનાઓના વ્યાજ દરો સરકારી સિક્યોરિટીઝની ઉપજ પર આધાર રાખે છે. એસ ગોપીનાથ સમિતિની ભલામણોના આધારે સરકાર 2016થી તેનું પાલન કરી રહી છે. આ પ્રકારે જુઓ તો રાષ્ટ્રીય બચત પત્ર (National Savings Certificate / NSC),પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (Public Provident Fund / PPF),કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra / KVP), સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samridhhi Account / SSA)જેવી નાની બચત યોજનાઓ પર મળનાર વ્યાજને સરકારી સિક્યોરિટીઝ કે યીલ્ડ સાથે સીધો સંબંધ હોય છે. 


પ્રથમ ક્વાર્ટરમાં થયો હતો આ ફેરફાર
અગાઉ, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલ-જૂન 2023 માટે માત્ર એક નાની બચત યોજનાના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારે 5 વર્ષના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ 0.70 ટકા વધારીને 7.7 ટકા કર્યું હતું. આ સતત ત્રીજું ક્વાર્ટર હતું, જ્યારે એક અથવા બીજી નાની બચત યોજનાના વ્યાજમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ફેરફાર પહેલા વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓ પર 8.2 ટકા સુધીનું સૌથી વધુ વ્યાજ મળતું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube