7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની મોજ, આજે સાંજે થશે મોટી જાહેરાત, પગારમાં થશે વધારો

Dearness Allowance Hike: નવા મોંઘવારી ભથ્થા માટે AICPI Index ની મેની ગણતરી 30 જૂને સાંજે આવશે. જેનાથી સ્પષ્ટ થઈ જશે કે મોંઘવારી ભથ્થા (Dearness Allowance)માં કેટલો વધારો થશે?
 

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની મોજ, આજે સાંજે થશે મોટી જાહેરાત, પગારમાં થશે વધારો

નવી દિલ્હીઃ DA Hike July 2023: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે નવુ મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી લાગૂ થઈ જશે. આ મોંઘવારી ભથ્થાની જાહેરાત સરકાર તરફથી સપ્ટેમ્બરમાં કરવાની આશા છે. માર્ચમાં ડીએ 4 ટકાના વધારા સાથે 42 ટકા કરવામાં આવ્યું હતું. આ વખતે પણ જો તેમાં માત્ર 4 ટકાનો વધારો થશે તો તે વધીને 46 ટકા થશે. પરંતુ તેનો આંકડો મેના AICPI ઇન્ડેક્સ પર નિર્ભર છે. AICPI ઇન્ડેક્સનો ડેટા શ્રમ મંત્રાલય દ્વારા 30 જૂનની સાંજે જાહેર કરવામાં આવશે.

1 જુલાઈથી વધેલું ડીએ મળશે
કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2023 થી માર્ચમાં જાહેર કરાયેલ મોંઘવારી ભથ્થાનો લાભ મળી રહ્યો છે. 7મા પગાર પંચ હેઠળ સપ્ટેમ્બરમાં જાહેર થનાર ડીએ 1 જુલાઈથી આપવામાં આવશે. નવા મોંઘવારી ભથ્થા માટે AICPI ઇન્ડેક્સની નવી ગણતરી 30મી જૂનની સાંજે આવશે. આના પરથી સ્પષ્ટ થશે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે? એપ્રિલનો આંકડો પહેલાથી જ વધીને 134.02 પોઈન્ટ થઈ ગયો છે. તેના આધારે મોંઘવારી ભથ્થું 45.04% પર પહોંચી ગયું છે. આ વખતે તે 45.5% થી ઉપર જઈ શકે છે.

કોણ જાહેર કરે છે આંકડા?
AICPI ઇન્ડેક્સના આધાર પર નક્કી કરવામાં આવે છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકાર તરફથી કેટલો વધારો કરવામાં આવશે? દર મહિનાના લાસ્ટ વર્કિંગ ડેને All India Consumer Price Index (AICPI)ના આંકડા લેબર મિનિસ્ટ્રી (Labour Ministry)તરફથી જારી કરવામાં આવે છે. આ ઇન્ડેક્સને 88 કેન્દ્રો અને દેશભરમાંથી તૈયાર કરવામાં આવશે. 

કેટલો વધશે પગાર
જો હાલમાં સરકારી કર્મચારીનો મૂળ પગાર 18000 રૂપિયા છે તો તેના પર તેને 42 ટકા મોંઘવારી ભથ્થું એટલે કે 7560 રૂપિયા મળે છે. પરંતુ જો મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થાય છે તો મોંઘવારી ભથ્થું વધીને 8280 રૂપિયા પ્રતિ માસ થઈ જશે. તે મુજબ દર મહિને પગારમાં 720 રૂપિયાનો વધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news