Sahaj Solar Limited IPO: જો તમે પણ કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO)ની રાહ જોઈ રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ સહજ સોલરનો છે. સહજ સોલરનો આઈપીઓ 11 જુલાઈએ રોકાણ માટે ઓપન થશે. ઈન્વેસ્ટરો આ ઈશ્યૂમાં 15 જુલાઈ સુધી દાવ લગાવી શકે છે. તે માટે પ્રાઇઝ બેન્ડ 180 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ દ્વારા કંપનીનો ટાર્ગેટ 52.56 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે. સહજ સોલર લિમિટેડ આઈપીઓની લોટ સાઇઝ 800 શેરની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ચાલી રહ્યો છે GMP?
52 કરોડની સાઇઝનો આ આઈપીઓ નવા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ઓપન થશે. આઈપીઓ એક એસએમઈ સેગમેન્ટનો ઈશ્યૂ છે. કંપનીનો આઈપીઓ ગ્રે માર્કેટમાં 55 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. Investorgain.com પ્રમાણે કંપનીના શેર આજે 100 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 280 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે ઈન્વેસ્ટરોને 55 ટકાનો નફો થઈ શકે છે. 


આ પણ વાંચોઃ BCCI સચિવ જય શાહે કરી દીધો રોહિતના ભવિષ્ય પર મોટો નિર્ણય, સાંભળીને ખુશ થઈ જશે ફેન્સ


જાણો અન્ય વિગત
સહજ સોલર લિમિટેડ આઈપીઓના શેરનું એલોટમેન્ટ 16 જુલાઈ મંગળવારે થઈ શકે છે. સહજ સોલર લિમિટેડના શેર સ્ટોક માર્કેટમાં 19 જુલાઈએ એનએસઈ પર લિસ્ટ થઈ શકે છે. સહજ સોલર લિમિટેડની સ્થાપના 2010માં થઈ હતી અને તે રિન્યુએબલ એનર્જી સમાધાન પ્રદાન કરે છે. કંપનીના ત્રણ વ્યાવસાયિક યુનિટ્સ છે- પીવી મોડ્યુલ નિર્માણ અને જળ પમ્પિંગ સિસ્ટમની જોગવાઈ અને ભારતમાં ગ્રાહકોને ઈપીસી સેવાઓ પ્રદાન કરવી. કંપનીની પીવી મોડ્યુલ વિનિર્માણ સુવિધા બાવળા, અમદાવાદ સ્થિત છે. તેનું ક્ષેત્રફળ 2883.77 વર્ગ મીટર છે અને તેમાં  2,445.5 વર્ગ મીટરની એક ઈમારત સામેલ છે, જેમાં ફેક્ટરી અને કાર્યાલય બંને છે.