Gold-Silver: સતત ચોથા દિવસે સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણો 14થી 24 કેરેટ ગોલ્ડની કિંમત
સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે પણ બંને ધાતુની કિંમતમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે બુધવારની તુલનામાં આજે એટલે કે 10 ઓગસ્ટે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ Gold-Silver Price: ભારતીય સોની બજારમાં આજે, 10 ઓગસ્ટે સોના અને ચાંદી સસ્તા થયા છે. સોનાની કિંમત 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગઈ છે, જ્યારે ચાંદીનો ભાવ 70 હજારથી વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 58902 રૂપિયા છે, જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 70041 રૂપિયા પ્રતિ કિલો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે બુધવારે સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 59137 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે આજે 58902 રૂપિયા પર આવી ગયું છે. આ રીતે શુદ્ધતાના આધાર પર સોનું અને ચાંદી સસ્તા થયા છે.
આજે શું છે સોના-ચાંદીની કિંમત?
સત્તાવાર વેબસાઇટ ibjarates.com પ્રમાણે આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને 58666 રૂપિયા પર પહોંચી ગયા છે. તો 916 (22 કેરેટ) પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું 53954 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય 750 પ્યોરિટીવાળા (18 કેરેટ) સોનાનો ભાવ 44177 રૂપિયા પર આવી ગયો છે. તો 585 પ્યોરિટીવાળા ગોલ્ડ (14 કેરેટ) નો ભાવ સસ્તો થઈને 34458 રૂપિયામાં આવી ગયો છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી આજે 70041 રૂપિયા પર આવી ગઈ છે.
આ પણ વાંચોઃ 274 રૂપિયાથી તૂટીને 18 રૂપિયા પર આવી ગયો શેર, આ કંપનીએ ઈન્વેસ્ટરોને રડાવ્યાં
છેલ્લા બે દિવસના ભાવના તુલના
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube