સિમ અને નેટવર્ક વિના પણ થઇ શકશે મોબાઇલ કોલિંગ, ટૂંક સમયમાં આવશે નવી ટેક્નોલોજી
ઘર, ઓફિસ અથવા કોઇપણ એવી જગ્યાએ નેટવર્ક વિના કોલ કરી શકશો, તે પણ કોઇપણ લેંડલાઇન અથવા મોબાઇલ પર. સરકારે આવા એક પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી છે.
નવી દિલ્હી: શું તમે પણ મોબાઇલના ખરાબ નેટવર્કથી પરેશાન છે અથવા પછી ક્યાંક તમને સિગ્નલ મળતા નથી. જો હા તો તમને તેનાથી મોટી રાહત મળશે. ટૂંક સમયમાં જ પોતાના ઘર, ઓફિસ અથવા કોઇપણ એવી જગ્યાએ નેટવર્ક વિના કોલ કરી શકશો, તે પણ કોઇપણ લેંડલાઇન અથવા મોબાઇલ પર. સરકારે આવા એક પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી છે. આ સર્વિસને ઇન્ટરનેટ ટેલીફોની (internet telephony) નામથી ઓળખવામાં આવશે. જે ટેલિકોમ ઓપરેટર્સ અને બીજી કંપનીઓ પાસે ટેલીફોની લાઇસેંસ હશે, તે ગ્રાહકોને આ સુવિધા ઓફર કરી શકશે. તેના માટે કોઇપણ પ્રકારના સિમની જરૂર પડશે નહી. બસ એક એપના માધ્યમથી તેને એક્ટિવ કરી શકાશે.
આ કંપનીનું પેટ્રોલ-ડીઝલ પુરાવશો તો મળશે તગડું કેશબેક, 1 જૂન સુધી ઓફર
TRAI એ કરી હતી ભલામણ
ઇંટરનેટ ટેલીફોની (internet telephony) ને લઇને ટેલીકોમ રેગુલેટર (TRAI) એ ગત ઓક્ટોબરમાં આ સલાહ આપી હતી. કોલ ડ્રોપની સમસ્યાને ખતમ કરવા માટે નવી કનેક્ટિવિટીની ભલામણ કરી હતી. તેની પાછળનો હેતું દેશમાં વધતી જતી કોલ ડ્રોપ અને ખરાબ નેટવર્કની સમસ્યાને દૂર કરવાનો છે.
ટેલીકોમ કમીશને આપી મંજૂરી
ઇંટર મિનિસ્ટ્રિયલ ટેલીકોમ કમીશને આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ રિલાયન્સ જિયો, બીએસએનએલ, એરટેલ અને બીજા ઓપરેટર્સ આ સર્વિસની શરૂઆત કરી શકશે. TRAI ના એડવાઇઝર અરવિંદ કુમારનું કહેવું છે કે નવી કનેક્ટિવિટી સર્વિસથી ગ્રાહકોને ફાયદો મળશે. તેનાથી ગ્રાહકો પાસે વધુ ઓપ્શન હશે. ખાસકરીને એવા વિસ્તારોમાં જ્યાં સર્વિસ કવોલિટીની સમસ્યા રહે છે. તેમાં મોટાભાગની એવી મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ્સ અથવા પછી એવા ઘર સામેલ છે જ્યાં ટેલિકોમ સિગ્નલ નબળા રહે છે, પરતુ વાઇફાઇ સર્વિસ સારી હોય છે.
હવે હવાઈ પ્રવાસ દરમિયાન બેધડક વાપરી શકશો મોબાઈલ અને ઇન્ટરનેટ
એપ દ્વારા ચાલશે ઇંટરનેટ ટેલીફોની
પ્રોસેસની પૂરી જાણકારી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે ઇન્ટરનેટ ટેલીફોનીની સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને એક એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ ઓપરેટર્સના માધ્યમથી આપવામાં આવશે. દરેક ઓપરેટરનું અલગ-અલગ એપ પણ હોઇ શકે છે. આ ઉપરાંત 10 ડિજિટનો નંબર પણ ઇશ્યૂ કરવામાં આવશે. આ નંબર બિલકુલ બધાના મોબાઇલ નંબરની માફક હશે. ઉદારણ તરીકે જો તમે પણ એરટેલનું સિમ ઉપયોગ કરો છે, પરંતુ પછી જિયો ઇન્ટરનેટ ટેલીફોન એપ લો છો તો તેના માટે અલગથી નંબર મળશે. આ નંબર અને એપનો ઉપયોગ બ્રોડબેંડના માધ્યમથી કરી શકાશે.
રિલાયન્સ JIOનો નવો ધમાકો : યુઝર્સને મળશે 112 GB ડેટા એ પણ સાવ મફતમાં!
નહી બદલવો પડે નંબર
જોકે, જો તમે જે કંપનીનું સિમ ઉપયોગ કરો છો અને પછી તે ઓપરેટરની એપનો ઉપયોગ કરો તો તમારે નંબર બદલવો નહી પડે. તમારો હાલનો નંબર જ ઉપયોગ કરી શકશો. ટેલીકોમ રેગુલેટર TRAI એ ઇન્ટરનેટ કોલિંગ પર એટલા માટે ભાર મૂક્યો છે કે કારણ કે વોઇસ કોલ માટે સસ્તી સર્વિસ હશે. તેનાથી કોલ ડ્રોપની સમસ્યા દૂર થઇ જશે. ખરાબ નેટવર્કમાંથી પણ છુટકારો મળી જશે.