થોડા દિવસો બાદ તે જરૂરી નહી હોય કે તમે પૈસા વિડ્રો કરવા માટે ATM માં તમારું ડેબિટ કાર્ડ લઇને જાવ. ડેબિટ કાર્ડ વિના પણ તમે તમારા બેંક એકાઉંટમાંથી પૈસા કાઢી શકશો. તેમાં તમારો સ્માર્ટફોનનો કેમેરો અને UPI એનેબલ્ડ એપ મદદગાર સાબિત થશે. ATM માંથી પૈસા કાઢવા માટે યૂનિકોડ પેમેંટ ઇંટરફેસ એટલે UPI નો ઉપયોગ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઇ નવી એપ ડાઉનલોડ કરવાની જરૂર પણ નહી હોય
ATM માંથી કેશ કાઢવા માટે તમારે એટીએમ મશીન પર દેખાતો QR કોડ સ્કેન કરવો પડશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટના અનુસાર બેંકોને ATM ની સર્વિસ ઉપલબ્ધ કરાવનાર કંપની AGS ટ્રાંજેક્ટ ટેક્નોલોજીએ આ ટેક્નોલોજી વિકસિત કરી છે જેની મદદથી ગ્રાહક UPI પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં કેશ વિડ્રો કરી શકે છે. QR કોડ કોઇપણ UPI ઇનબિલ્ટ એપ વડે સ્કેન કરી શકાય છે. જેમ કે તમે સામાન ખરીદતી વખતે પેમેંટ કરીએ છીએ આમ તો ATM માં જ્યારે તમે QR સ્કેન કરશે તો તે તમને કેશ આપશે. 

Google ભારતમાં લાવ્યું નવી ટેક્નોલોજી, તમારો ફોન બની જશે વધુ સ્માર્ટ


આ સર્વિસની શરૂઆત માટે NPCIની પરવાનગીની છે રાહ
રિપોર્ટ અનુસાર AGS ટ્રાંજેક્ટ ટેક્નોલોજીજને આ સર્વિસની શરૂઆત માટે નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI ની લીલીઝંડીની રાહ છે. NPCI જ એટીએમ નેટવર્ક્સની સાથે-સાથે UPI પ્લેટફોર્મ બંને સ્વિચના કંટ્રોલ માટે જવાબદાર છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના રિપોર્ટમાં AGS ટેક્નોલોજીના સીએમડી રવિ બી ગોયલના હવાલેથી કહેવામાં આવ્યું છે કે જે બેંકોમાંથી આ નવી ટેક્નોલોજી વિશે વાતચીત કરી છે, તે ખૂબ ઉત્સાહિત છે. રિપોર્ટમાં ગોયલના હવાલેથી પણ કહેવામાં આવ્યું છે કે UPI અને ATM નેટવર્ક્સ બંને જ એક ફાઇનાશિયલ સ્વિચ પર કામ કરે છે અને UPI વધુ સુરક્ષિત ટ્રાંજેક્શન પ્લેટફોર્મ છે. 

નોકરીયાત લોકોને ટૂંક સમયમાં મળશે 'ડબલ' પેંશનની ભેટ, મળી ગઇ મંત્રાલયની મંજૂરી


બેંકોને પણ તેના માટે વધુ પૈસા ખર્ચવા નહી પડે
રિપોર્ટમાં AGS ટ્રાંજેક્ટ ટેક્નોલોજીજના ગ્રુપ ચીફ ટેક્નોલોજી ઓફિસર મહેશ પટેલના હવાલેથી કહેવામાં આવ્યું છે કે બેંકોએ પોતાના ATM ના હાર્ડવેરમાં આ ટેક્નોલોજી માટે કોઇ ફેરફાર કરવો નહી પડે. તેના માટે ATM ના સોફ્ટવેરમાં પણ થોડો ફેરફાર કરવાની જરૂર પડશે. તમને જણાવી દઇએ કે હજુપણ કેટલીક બેંક કાર્ડલેસ ATM વિડ્રોલની સુવિધા ઉપલબ્ધ કરાવે છે પરંતુ આ તેનાથી વધુ સુવિધાજનક અને ફાસ્ટ હશે.