Railwayમાં સફર કરનારા માટે મહત્વના પણ શોકિંગ સમાચાર આવ્યા, રેલવેનું ભાડુ વધી શકે છે
રેલવે (indian railway) માં સફર કરનારા મુસાફરો માટે મહત્વના પણ શોકિંગ સમાચાર આવ્યા છે. સમાચાર એ છે કે, આગામી દિવસોમાં રેલવેનું ભાડુ વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકાર એરપોર્ટ (Airports) ની જેમ રેલવે સ્ટેશનનો ઉપયોગ કરવા પર યૂઝર ડેવલપમેન્ટ ફી (UDF) વસૂલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પહેલા ચરણમાં 4 રેલવે સ્ટેશનો પર આ સિસ્ટમ લાગુ કરાશે. જેમાં નાગપુર, અમૃતસર, ગ્વાલિયર અને સાબરમતી સ્ટેશન સામેલ છે.
અમદાવાદ :રેલવે (indian railway) માં સફર કરનારા મુસાફરો માટે મહત્વના પણ શોકિંગ સમાચાર આવ્યા છે. સમાચાર એ છે કે, આગામી દિવસોમાં રેલવેનું ભાડુ વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકાર એરપોર્ટ (Airports) ની જેમ રેલવે સ્ટેશનનો ઉપયોગ કરવા પર યૂઝર ડેવલપમેન્ટ ફી (UDF) વસૂલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પહેલા ચરણમાં 4 રેલવે સ્ટેશનો પર આ સિસ્ટમ લાગુ કરાશે. જેમાં નાગપુર, અમૃતસર, ગ્વાલિયર અને સાબરમતી સ્ટેશન સામેલ છે.
2020ની શરૂઆતમાં જ 3 રાશિઓને શનિદેવ પજવશે, મોટા ઉતાર-ચઢાવ આવશે
હકીકતમાં, રેલ મંત્રાલય સ્ટેશન રી-ડેવલપમેન્ટ યોજના અંતર્ગત આ યોજના 4 સ્ટેશન નાગપુર, અમૃતસર, ગ્વાલિયર અને સાબરમતી રેલવે સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યું છે. રી-ડેવલપમેન્ટ અંતર્ગત સ્ટેશનોને ન માત્ર નવુ આધુનિક બનાવાશે, પરંતુ સાથે જ મુસાફર સુવિધાઓમાં પણ જબરદસ્ત વધારો થશે. જેમાં કમર્શિયલ એરિયા પણ ડેવલપ કરવામા આવશે. પ્રાઈવેટ પ્લેયરને આમંત્રિત કરીને સ્ટેશન રી-ડેવલપમેન્ટ યોજનાને અંજામ આપવામાં આવશે.
આવી તમામ સુવિધાઓ માટે રેવલે એરપોર્ટની જેમ યુડીએફ વસૂલશે. હાલ તમે જેમ એરપોર્ટ પર જાઓ છો, અથવા તો ફ્લાઈટ ટિકીટ બૂક કરાવો છો તો તમારી ફ્લાઈટ ટિકીટમાં એરપોર્ટનો ઉપયોગ કરવા પર યૂઝર ડેવલપમેન્ટ ફી સામેલ હોય છે. જો તે દિલ્હી એરપોર્ટથી ફ્લાઈટ પકડો છો, તો અંદાજે 700-800 રૂપિયા યૂડીએસ લાગે છે.
B'day Special: વાજપેયીને હરાવવા નહેરુએ 2 કાર્ડનો ઉપયોગ કર્યો હતો, એક હતું bollywood અને બીજું...
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો તમે આ 4 સ્ટેશનો પરથી ટ્રેનમાં ચઢો છો કે ઉતરો છો તો તમારા રેલવે ભાડામાં યુડીએફ સામેલ હશે. એટલું જ નહિ, આ 4 રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકીટ પર પણ વધારાનો યુડીએફ લાગુ કરાશે. જોકે, રેલવે સ્ટેશનો પર ભવિષ્યમાં લાગનારા યુઝર ડેવલપમેન્ટ ફી મામૂલી રકમ રહેશે.
પ્લાનિંગ અંતર્ગત 4 સ્ટેશનો પર આવનારા મુસાફરો અને સ્ટેશનો પર જનારા મુસાફરોથી અલગ અલગ UDF ચાર્જ વસૂલવામાં આવશે. રેલ મંત્રાલય અંતર્ગત આવનારા ઉપક્રમ IRSDC (ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન) પર રેલવે સ્ટેશન રી-ડેવલપમેન્ટની જવાબદારી છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી મોડલ પર રી-ડેવલપ કરવામાં આવનાર સ્ટેશનો પર UDF લાગશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં કેટલો યુડીએફ કે યુઝર ડેવલપમેન્ટ ફી લાગશે તેનું નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. આગામી વર્ષે, 6 ફેબ્રુઆરી, 2020 સુધી 4 સ્ટેશનો માટે ટેન્ડર જાહેર કરી દેવાયા છે. આગામી 3 વર્ષ એટલે કે સંભવત 2023 સુધી ચારેય સ્ટેશનને નવી ડિઝાઈન અને તમામ મુસાફર સુવિધાઓ, કમર્શિયલ એરિયાની સાથે તૈયાર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....