નવી દિલ્હીઃ શું Soya Milk ને 'મિલ્ક' કહી શકાય, આ વાતને લઈને આજે દિલ્હી હાઈકોર્ટ  (Delhi High Court) માં ચર્ચા થઈ. હકીકતમાં કોર્ટમાં એક અરજી રાખવામાં આવી, જેમાં તર્ક આપવામાં આવ્યો કે સોયા મિલ્ક અને બદામથી બનાવવામાં આવેલી પ્રોડક્ટને દૂધ ન કહી શકાય. અરજીકર્તાના આ મુદ્દા પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને પોતાનો પક્ષ રાખવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Soya Milk કેટલું Milk? કોર્ટે મોકલી નોટિસ
કહેવાય છે કે શેક્સપિયરે કહ્યુ છે કે નામમાં શું રાખ્યુ છે, પરંતુ દિલ્હી હાઈકોર્ટમાં આજે એક એવો મામલો પહોંચ્યો જેમાં બધી બબાલ નામને લઈને છે. હકીકતમાં દિલ્હી હાઈકોર્ટમાં આજે એક કેસ આવ્યો છે, જેમાં ઉત્પાદન બિન-સ્તનધારી (non-mammal)  સ્ત્રોતથી આવ્યો છે, જેમ છોડ વગેરે. શું તેને દૂધ કે દૂધ પ્રોડક્ટ  (milk or milk products) કહી શકાય છે. આ મુદ્દા પર હાઈકોર્ટે કેન્દ્ર, દિલ્હી સરકાર અને ફૂડ સેફ્ટી રેગુલેટર FSSAI પાસે જવાબ માંગ્યો છે. 


NCDFI એ કરી છે અરજી
National Cooperative Dairy Federation of India (NCDFI) ની અરજી પર જસ્ટિસ રેખા પલ્લીએ કેન્દ્ર, દિલ્હી સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા  (FSSAI) સહિત ઘણી કંપનીઓ પાસે આ મામલામાં જવાબ માંગ્યો છે. જેમાં Hershey જેવી કંપનીઓ પણ સામેલ છે, જે સોયા મિલ્ક નામની પ્રોડક્ટ વેચે છે. 


આ પણ વાંચોઃ આ શહેરમાં 100 રૂપિયા થઈ ગયો પેટ્રોલનો ભાવ! જાણો તમારા શહેરમાં કેટલો વધ્યો ભાવ


Hershey સિવાય હાઈકોર્ટે બીજી કંપનીઓને પણ તેનો પક્ષ જાણવા માટે નોટિસ મોકલી છે, તેમાં Rakyan Beverages Pvt Ltd છે, જે Rawpressery બ્રાન્ડ હેઠળ પ્રોડક્ટ વેચે છે. આ સિવાય Drums Food International Pvt Ltd પણ છે, જેની Epigamia બ્રાન્ડ છે. 


NCDFI કો-ઓપરેટિવ ડેરી સેક્ટરની સર્વોચ્ચ સંસ્થા છે, જેણે આ વાત પર વિરોધ વ્યક્ત કર્યો કે સોયા અને બદામથી બનાવેલી પ્રોડક્ટને મિલ્ક કે મિલ્ક પ્રોડક્ટ ન કહી શકાય. જેમ કે પનીર, દહીં છે, કારણ કે દૂધથી બનેલી પ્રોડક્ટ છે. હાઈકોર્ટે કહ્યું કે, મામલો રસપ્રદ છે તેથી મામલાની સુનાવણી 14 સપ્ટેમ્બરે કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube