PM મોદીએ બહાર પાડ્યો 75 રૂપિયાનો સિક્કો, સિક્કાની ખાસિયતો ખાસ જાણો
33 ગ્રામ વજનના 75 રૂપિયાના સિક્કાના નિર્માણમાં 50 ટકા ચાંદીનો ઉપયોગ થયો છે. 44 મિલિમીટર વ્યાસવાળા આ સિક્કાનું નિર્માણ બીજી યાદીમાં અપાયેલા નિર્દેશ મુજબ કરવામાં આવ્યું છે. આ સિક્કાઓ પર અશોક સ્તંભની સાથે જ નવા સંસદ ભવનની તસવીર પણ છાપવામાં આવી છે.
દેશને આઝાદીના 75 વર્ષ બાદ નવા સંસદ ભવનની ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરા વિધિ વિધાન સાથે અનુષ્ઠાન બાદ સંસદમાં સેંગોલની સ્થાપના કરી અને નવા સંસદ ભવનને દેશને સમર્પિત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના ઉદ્ધાટન સમારોહ પર આયોજિત કાર્યક્રમના બીજા તબક્કામાં સ્મારક પોસ્ટ ઓફિસ અને 75 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો.
આ સિક્કો 33 ગ્રામ વજનવાળો હોવાનું કહેવાય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની ટંકશાળમાં તૈયાર કરાયેલા આ સિક્કાને 50 ટકા ચાંદી, 40 ટકા કોપર અને 5-5 ટકા નિકલ અને ઝિંકના મિશ્રણથી તૈયાર કરાયું છે. આ સિક્કાનો વ્યાસ 44 મિલિમીટર હોવાનું કહેવાય છે.
કિનારા સાથે 200 સેરેશનના આકારના ગોળાકાર સિક્કાઓ અંગે નાણા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે તેનું નિર્માણ બીજી યાદીમાં અપાયેલા નિર્દેશો મુજબ જ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહના બીજા તબક્કામાં 75 રૂપિયાના જે સિક્કા બહાર પાડવામાં આવ્યા તેના પર નવા સંસદ ભવનનું ચિત્ર પણ અંકિત છે.
સંસદ સુધી પહોંચવા માટે અડી ગયેલા કુશ્તીબાજોએ બેરિકેડિંગ તોડી ધક્કામુક્કી કરી
આ નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે-PM મોદી
Mann Ki Baat ના 101માં એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું- દેશવાસીઓની ભાગીદારી મારી તાકાત
સેંગોલ લઈને કઈંક અલગ જ અંદાજમાં પીએમ મોદીએ કર્યો સંસદમાં પ્રવેશ, જુઓ ઉદ્ધાટનના Photo
75 રૂપિયાના સિક્કા પર નવું સંસદ ભવનના ચિત્રની બરાબર નીચે વર્ષ 2023 લખેલું છે. આ સિક્કાઓ પર અશોક સ્તંભ પણ છે. અને હિંન્દીમાં સંસદ સંકુલ, અંગ્રેજીમાં પાર્લિયામેન્ટ કોમ્પ્લેક્સ લખેલું છે. 75 રૂપિયાના આ સિક્કા પર હિન્દીમાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડિયા પણ લખેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube