Wrestlers Protest: સંસદ સુધી પહોંચવા માટે અડી ગયેલા કુશ્તીબાજોએ બેરિકેડિંગ તોડી ધક્કામુક્કી કરી, પોલીસે કરી કાર્યવાહી
Wrestlers Parliament March Delhi Police: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવું સંસદ ભવન દેશને સમર્પિત કરી દીધુ છે. આ બધા વચ્ચે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલીને બેઠેલા કુશ્તીબાજોએ જ્યારે મંજૂરી વગર સંસદ ભવન તરફ કૂચ કરવાની કોશિશ કરી તો તે દરમિયાન પોલીસે લગાવેલા બેરિકેડ્સ તોડવાની સાથે ધક્કામુક્કી કરી તો પોલીસે મોટી કાર્યવાહી કરી.
Trending Photos
Wrestlers Protest Bajrang Punia Vinesh Phogat detained by police: જંતર મંતર પર ડટેલા કુશ્તીબાજોએ મંજૂરી વગર સંસદ ભવન સુધી માર્ચ કાઢવાની કોશિશ કરી તો દિલ્હી પોલીસે તેમને અટકાયતમાં લઈ લીધા. આ પહેલવાનોમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, અને બજરંગ પુનિયા સહિત અનેક દિગ્ગજ પહેલવાનો સામેલ છે. સંસદ તરફ જવા માટે અડી ગયેલા કુશ્તીબાજોએ પોલીસ બેરિકેડ તોડી નાખી અને તેમની સાથે ધક્કામુક્કી કરી ત્યારબાદ તેમની અટકાયત થઈ.
પોલીસે જંતર મંતરથી હટાવ્યા ટેન્ટ
દિલ્હી પોલીસે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત તમામ પ્રદર્શનકારી પહેલવાનોને તેમના સમર્થકો સહિત અટકાયતમાં લીધા છે તથા રવિવારે જંતર મંતર પર ધરણા સ્થળ પર લાગેલા તેમના ટેન્ટ પણ હટાવી દીધા છે. અધિકારીઓએ પહેલવાનોને કહ્યું કે દેશ વિરોધી કશું ન કરો. આ અગાઉ પ્રદર્શનકારી કુશ્તીબાજોએ પોતાના સમર્થકો સાથે પોલીસ બેરિકેડ્સ તોડીને નવા સંસદ ભવન તરફ માર્ચ કરવાની કોશિશ કરી. જો કે ભારે સંખ્યામાં તૈનાત પોલીસકર્મીઓએ તેમને રોક્યા.
દિલ્લીના જંતર મંતર પર હોબાળો, સંસદ કૂચ કરતા પહેલવાનોની અટકાયત#Delhi #NewParliamentBuilding #Zee24kalak pic.twitter.com/ji99G94yGW
— Zee 24 Kalak (@Zee24Kalak) May 28, 2023
રસ્તા પર ધરણા પર બેઠા
પોલીસે જ્યારે બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, અને સાક્ષી મલિકને અટકાયતમાં લીધા તો તેઓ પોતાના સમર્થકો સાથે ત્યાં જ ધરણા પર બેસી ગયા. આ અગાઉ વિનેશ ફોગાટે કેટલાક વીડિયો બહાર પાડીને આરોપ લગાવ્યો હતો કે મહિલા મહાપંચાયતમાં સામેલ થવા જઈ રહેલા નેતાઓને પોલીસ અટકાયતમાં લઈ રહી છે. આ પહેલા વિનેશ ફોગાટે કહ્યું હતું કે નવી સંસદ સામે થનારી મહિલા સન્માન મહાપંચાયત કોઈ પણ સંજોગોમાં થઈને રહેશે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સરકાર સમાધાન માટે દબાણ કરી રહી છે.
ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોએ રસ્તા પર ધરણા ધર્યા
દિલ્હી પોલીસે અપ્રત્યાશિત સ્થિતિને પહોંચી વળવા માટે પૂરેપૂરી તૈયારી કરી રાખી હતી. હાલાત સંભાળવા માટે ટિકરી બોર્ડર અને અન્ય જગ્યાઓ પર પોલીસે સુરક્ષા ચેક વધાર્યું હતું. ભારતીય કિસાન યુનિયનના કિસાન નેતા અને કિસાન મહાપંચાયતમાં સામેલ થવા માટે દિલ્હીના જંતર મંતર પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. જેને જોતા પોલીસે ગાઝીપુર બોર્ડર પર પહેલેથી જ બેરિકેડ્સ લગાવી રાખ્યા હતા અને ખેડૂતોના આવતા જ રોડ બંધ કરી દેવાયો હતો. ખેડૂતો હવે પોતાના અન્ય સાથીઓ સાથે પુલની નીચે અને રોડ પર જ ધરણા પર બેસી ગયા.
પોલીસે દિલ્હીમાં કલમ 144 લાગૂ હોવાનો હવાલો આપતા ખેડૂતોને ગાઝીપુર બોર્ડર પર રોકી દીધા હતા. જ્યાં ધીરે ધીરે ખેડૂતોની સંખ્યા વધી રહી હતી. ત્યારબાદ ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર પર ધરણા પ્રદર્શન શરૂ કરી દીધુ. ખેડૂતો જંતર મંતર પર આયોજિત મહાપંચાયતમાં સામેલ થવા માટે અલગ અલગ જગ્યાઓથી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. પંરતુ દિલ્હીની તમામ બોર્ડર પોલીસે સીલ કરી દીધી હતી. નવા સંસદ ભવનના ઉદ્ધાટન અવસરે આજે નવી દિલ્હીમાં મોટી વીવીઆઈપી મૂવમેન્ટ હતી. આવામાં કુશ્તીબાજોના નવી સંસદ તરફ કૂચના એલાનને જોતા દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે