હવે SpiceJet ને મળી આ દેશમાં ઉડાન ભરવાની પરવાનગી, ખૂબ લાંબા સમયથી હતો ઇંતઝાર
સ્પાઇજેટએ સોમવારે ટ્વિટ કર્યું `યૂરોપથી ભારતીયોને પરત લાવવા માટે સ્પાઇસજેટ પોતાની લાંબા અંતરની ઉડાન શરૂ કરશે. આ પહેલી ઉડાન એમ્સટર્ડમથી એક ઓગસ્ટના રોજ રવાના થશે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Flights)ની ધીમે ધીમે શરૂ થવા લાગી છે. વંદે ભારત મિશન (Vande Bharat Mission) હેઠળ એર ઇન્ડીયા (Air India)ની સાથે જ હવે ખાનગી એરલાઇન સ્પાઇસજેટને (SpiceJet)ને ઘણી ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સમાં ઉડાન ભરવાની પરવાનગી મળવા લાગી છે. તાજેતરમાં જ અમેરિકા અને ઇંગ્લેંડમાં સેવાઓ શરૂ કરવાની પરવાનગી મળ્યા બાદ સ્પાઇજેટને હવે વધુ એક દેશમાં ઉડાન ભરવાની પરવાનગી મળી ગઇ છે.
1 ઓગસ્ટથી શરૂ થશે એમ્સટર્ડમ સેવા
સ્પાઇસજેટ પોતાના લાંબા અંતરની ઉડાન 1 ઓગસ્ટના રોજ એમ્સટર્ડમથી શરૂ કરશે. તેનાથી યૂરોપમાં ફસાયેલા હજારો ભારતીયોને સરળતા રહેશે. કોવિડ-19 (COVID-19) સંકટના લીધે લોકડાઉનના લીધે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાનો નિલંબિત છે. ફક્ત વિશેષ પરિસ્થિતિઓમાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે કેટલીક આંતરરાષ્ટ્રીય ચાર્ટર ઉડાનોને મંજૂરી આપી છે.
સ્પાઇજેટએ સોમવારે ટ્વિટ કર્યું 'યૂરોપથી ભારતીયોને પરત લાવવા માટે સ્પાઇસજેટ પોતાની લાંબા અંતરની ઉડાન શરૂ કરશે. આ પહેલી ઉડાન એમ્સટર્ડમથી એક ઓગસ્ટના રોજ રવાના થશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે ''આ ઉડાન ત્યાંના સમયથી બપોર બાદ પોણા ત્રણ વાગે એમ્સટર્ડમના શિફોલ એરપોર્ટ પરથી એક ઓગસ્ટના રોજ ઉડાન ભરશે અને બે ઓગસ્ટના રોજ બપોરે સાડા ત્રણ વાગે બેંગલોર એરપોર્ટ પર ઉતરશે.
ત્યાંથી તે વિમાન હૈદરાબાદ માટે પ્રસ્થાન કરશે અને ત્યાં સવારે 5:35 મિનિટ પર પહોંચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઉડાન માટે કંપનીએ એક વિદેશી કંપની એ330 નિયો વિમાન તેના ચાલક દળ સહિત પટ્ટા પર લેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube