Crorepati Tips: એક સાધારણ રગાર મેળવનાર વ્યક્તિ માટે કરોડપતિ બનવું એક સપના સમાન છે કારણ કે બધી કમાણી તો જવાબદારીઓ અને જરૂરીયાત પૂરી કરવામાં ખર્ચ થઈ જાય છે. તેવામાં જો તે મહિનામાં 2 કે 3 હજાર પણ બચાવી લે તો તેનાથી શું કરી લેશે? તમને પણ આવું લાગે છે તો આ વિચારને બદલી નાખો કારણ કે અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ એક એવી ફોર્મ્યુલા જે તમારૂ કરોડપતિ બનવાનું સપનું હકીકત બનાવી શકે છે. તે માટે તમારે વધુ બચત કરવાની જરૂર નથી. માત્ર 2000 રૂપિયાથી પણ તમે રોકાણની શરૂઆત કરી કેટલાક વર્ષોમાં કરોડોના માલિક હશો અને તમારૂ નિવૃત્તિ પછીનું જીવન સરળતાથી પસાર થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું છે આ ફોર્મ્યુલા
કરોડપતિ બનવા માટે આ ફોર્મ્યુલા છે 555. આ ફોર્મ્યુલાને અપનાવતા રોકાણની શરૂઆત 25 વર્ષની ઉંમરથી કરવાની છે. તેમાં તમારે સતત 30 વર્ષ સુધી રોકાણ કરવાનું છે અને દર વર્ષે આ રોકાણની રકમને 5 ટકાના દરે વધારવાની હોય છે. 25 વર્ષની ઉંમરમાં તમે જ્યારે રોકાણ શરૂ કરો છો અને દર વર્ષે 5 ટકા પ્રમાણે રોકાણને વધારતા જાવ છો. 30 વર્ષ સુધી સતત આમ કરવાથી તમારી ઉંમર 55 વર્ષ થઈ જાય છે. 55 વર્ષ સુધી 5 ટકાના દરથી સતત ઈન્વેસ્ટમેન્ટ વધારવાની આ સ્ટ્રેટેજીને 555ની ફોર્મ્યુલા કહેવામાં આવે છે. 


આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ


₹2000 થી રોકાણ શરૂ કર્યું તો પણ બની જશો કરોડપતિ
જો તમે 555ની સ્ટ્રેટેજી અપનાવી 2000 રૂપિયાથી રોકાણ શરૂ કરો છો તો ખુદને 55 વર્ષની ઉંમર સુધી કરોડપતિ બનાવી શકો છો. તે માટે તમારે 25 વર્ષની ઉંમરથી એસઆઈપીમાં રોકાણ કરવું પડશે. SIP એક એવી સ્કીમ છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી સારૂ રિટર્ન મળ્યું છે. એક્સપર્ટ એસઆઈપીનું એવરેજ રિટર્ન 12 ટકા માને છે. SIP દ્વારા તમે મ્યૂચુઅલ ફંડ્સમાં રોકાણ કરો છો.


જો તમે 2000 રૂપિયાથી 25 વર્ષની ઉંમરમાં SIP શરૂ કરો છો અને તેને દર વર્ષે 5 ટકાના દરે વધારો છો તો 30 વર્ષમાં તમારૂ કુલ રોકાણ થશે 15,94,532 રૂપિયા. પરંતુ તમને 12 ટકાના દરે વ્યાજના રૂપમાં રિટર્ન 89,52,280 રૂપિયા મળશે. આ રીતે તમે 55 વર્ષની ઉંમરમાં 1,05,46,812 રૂપિયાના માલિક હશો. જો તમે આ ફોર્મ્યુલાની સાથે 5000 રૂપિયાથી રોકાણ શરૂ કરો છો તો 55 વર્ષની ઉંમરમાં 2,63,67,030 રૂપિયાના માલિક બની જશો. તમે તમારી આવક પ્રમાણે રોકાણની રકમ પસંદ કરી શકો છો.