ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડ

Premier Energies IPO Price Band: પ્રીમિયર એનર્જી લિમિટેડ ઈન્ટીગ્રેટેડ સોલર સેલ અને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં હાજર છે અને કંપનીએ 427-450 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.

Premier Energies IPO

1/6
image

આગામી સપ્તાહે પ્રીમિયર એનર્જી લિમિટેડ (Premier Energies Ltd) જેને પહેલા પ્રીમિયર સોલર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ  (Premier Solar Systems Pvt Ltd)ના નામથી ઓળખવામાં આવતી હતી, તે આઈપીઓ લઈને આવી રહી છે. પ્રીમિયર એનર્જીનો આઈપીઓ 27 ઓગસ્ટે ઓપન થશે અને 29 ઓગસ્ટે બંધ થશે. આઈપીઓ દ્વારા કંપની 2831 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારીમાં છે અને 427-450 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવી છે.

2831 કરોડ રૂપિયા છે આઈપીઓની સાઇઝ

2/6
image

પ્રીમિયર એનર્જી લિમિટેડ આઈપીઓમાં 1291.4 કરોડ રૂપિયા ફ્રેશ ઈશ્યૂ દ્વારા ભેગા કરશે અને 34,200,000 ઈક્વિટી શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવાની છે. આઈપીઓમાં કુલ 6,29,09,198 શેર ઓફર કરવામાં આવી રહ્યાં છે. 1 રૂપિયા શેરની ફેસ વેલ્યુ છે અને આઈપીઓની ઈશ્યૂ સાઇઝ 2752 - 2831 કરોડ રૂપિયા છે. 10 કરોડ રૂપિયાના શેર કર્મચારીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.  

427 - 450 રૂપિયા પ્રાઇઝ બેન્ડ

3/6
image

પ્રીમિયર એનર્જી લિમિટેડે 427-450 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે અને ઈન્વેસ્ટર 33 શેરના મલ્ટીપલમાં આઈપીઓમાં અરજી કરી શકશે. 22 રૂપિયા પ્રતિ શેર કર્મચારીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આઈપીઓ બાદ કંપનીનું માર્કેટ કેપ અપર પ્રાઇઝ બેન્ડ પ્રમાણે 20285 કરોડ રૂપિયા હસે. 27થી 29 ઓગસ્ટ સુધી આઈપીઓ ખુલો રહેશે. 30 ઓગસ્ટે બેસ્સ ઓફ એલોટમેન્ટ નક્કી કરવામાં આવશે અને 2 સપ્ટેમ્બરે રિફંડની સાથે ફંડને અનબ્લોક કરવામાં આવશે. 2 સપ્ટેમ્બરે સફળ ઈન્વેસ્ટરોના ખાતામાં શેર ક્રેડિટ કરી દેવામાં આવશે અને 3 સપ્ટેમ્બરે આઈપીઓનું લિસ્ટિંગ થશે.

સોલર સેલ કારોબારમાં છે કંપની

4/6
image

પ્રીમિયર એનર્જી ભારતની બીજી મોટી ઈન્ટીગ્રેટેડ સોલર સેલ અને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. કંપની નાણાકીય વર્ષ 2023-2024માં અમેરિકી માર્કેટમાં સૌથી મોટી સોલર સેલ એક્સપોર્ટર રહી છે. કંપનીએ અમેરિકાને 31.2 મિલિયન ડોલરના સોલર સેલ એક્સપોર્ટ કર્યાં હતા. કંપનીની તેલંગણાના હૈદરાબાદમાં 5 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે અને 8 સબ્સિડિયરી કંપનીઓ દ્વારા ભારત અને વિદેશમાં ઓપરેશન ચલાવે છે. પ્રીમિયર એનર્જીના ગ્રાહકોમાં ટાટા પાવર સોલર સિસ્ટમ્સ, એનટીપીસી, પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ, શક્તિ પમ્પ્સ, માધવ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

નફામાં છે કંપની

5/6
image

31 જુલાઈ 2024 સુધી કંપનીની પાસે  5926.56 કરોડ રૂપિયાના ઓર્ડર બુક છે. નાણાકીય વર્ષ 2023-2024માં કંપનીનું ઓપરેશનથી રેવેન્યૂ 3143.79 કરોડ રૂપિયા રહ્યું છે, જે 2022-23 માં  742.87 કરોડ રૂપિયા રહ્યું હતો. 2023-24 માં કંપનીને 231.36 કરોડ રૂપિયાનો નફો થયો, જ્યારે 2022-2023માં 14.41 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કોટક મહિન્દ્રા બેન્ક, જેપી મોર્ગન ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે.

ગ્રે માર્કેટમાં સારી કમાણીનો સંકેત

6/6
image

કંપનીના શેર અનલિમિટેડ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. 23 ઓગસ્ટે કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 290 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે. એટલે કે પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોને 64 ટકા જેટલો ફાયદો થઈ શકે છે.