Small Business Alert: કોરોનાકાળમાં ફક્ત એક નોકરી અને તે પણ ખાનગી હોય તો ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જાય છે. આ મહામારી દરમિયાન અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે પરંતુ આજે અમે તમને જણાવીએ કે તમારી પાસે જો 2 લાખ જેટલી જમાપૂંજી હોય તો તમે એક નાનો બિઝનેસ શરૂ કરી શકો છો અને દર મહિને એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જો તમે પણ નોકરીથી થાકી ગયા હોવ અને પોતાનું કામ શરૂ કરવાનું વિચારતા હોવ તો જરૂર જાણો કે કેવી રીતે તમે આ નાનકડા બિઝનેસથી દર મહિને લાખો રૂપિયા કમાણી કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાપડ બનાવીને કરી શકો છો બિઝનેસ
પાપડ બનાવવાના કામની શરૂઆત તમે 2 લાખ રૂપિયાથી કરી શકો છો. જો તમારી પાસે આટલા રૂપિયા હોય તો તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી શકો છો. નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન(National Small Industry Corporation) એક પ્રોજેક્ટ લઈને આવ્યું છે જે હેઠળ તમે મુદ્રા લોન હેઠળ 4 લાખ રૂપિયા સુધીનો લોન સસ્તા દરે લઈ શકો છો. 


રિપોર્ટ મુજબ તમે 6 લાખ રૂપિયાની રકમથી 30,000 કિલોગ્રામની કેપેસિટી તૈયાર કરી શકો છો. આ બિઝનેસને શરૂ કરવા માટે તમને 6.05 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલ બંને સામેલ છે. રિપોર્ટ મુજબ ફિક્સ્ડ કેપિટલમાં 2 મશીન, પેકેજિંગ મશીન ઈક્વિપમેન્ટ જેવા ખર્ચા સામેલ છે જ્યારે વર્કિંગ કેપિટલમાં સ્ટાફની ત્રણ મહિનાની સેલરી, ત્રણ મહિનામાં જરૂર પડતા રો મટિરિયલ અને યુટિલિટી પ્રોડક્ટનો ખર્ચો સામેલ છે. આ ઉપરાંત તેમાં ભાડું, વીજળી, પાણી, ટેલિફોનના બિલ જેવા ખર્ચા સામેલ છે. 


Business opportunity: AMUL સાથે બિઝનેસ શરૂ કરો, મહિને 10 લાખ રૂપિયા કમાણી કરો, જાણો પૂરેપૂરી ડિટેલ


250 વર્ગ ફૂટની જમીન જરૂરી
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ઓછામાં ઓછી 250 વર્ગફૂટની જમીન જરૂર છે. જો તમારી પાસે પોતાની જમીન ન હોય તો ભાડે લઈ શકો છો. આ માટે તમારે અલગથી 5000 રૂપિયા ભાડું આપવું પડે. આ ઉપરાંત 3 અનસ્કિલ્ડ લેબર, 2 સ્કિલ્ડ લેબર અને એક સુપરવાઈઝરની જરૂર પડે. 


તમારે પોતે લગાવવા પડશે 2 લાખ
આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી તમને મુદ્રા લોન હેઠળ 4 લાખ રૂપિયાની લોન મળી જશે અને પોતાના 2 લાખ રૂપિયા લગાવવાના રહેશે. જો તમારે લોન લેવી હોય તો તો તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કોઈ પણ બેંકમાં અરજી કરી શકો છો. તમે લોનની રકમ 5 વર્ષ સુધીમાં પરત કરી શકો છો. 


PM kisan: મોટા ખુશખબર!, હવે ખેડૂતોને વર્ષે 6,000ની જગ્યાએ મળી શકશે 36,000 રૂપિયા, ફટાફટ કરી લો આ કામ


આ બિઝનેસથી કેટલી કમાણી થશે
એકવાર જ્યારે તમારી પ્રોડક્ટ બનીને રેડી થઈ જશે ત્યારે તેને જથ્થાબંધ માર્કેટમાં વેચવાની રહેશે. આ ઉપરાંત તમે રિટેલ દુકાનો, કરિયાણા સ્ટોર, સુપર માર્કેટ સાથે સંપર્ક કરીને પણ વેચાણ વધારી શકો છો. એક અંદાજા મુજબ પાપડના બિઝનેસમાં નફો રોકાણ રાશિનો પાંચમો મોટો ભોગ હોય છે. જો તમે 5 લાખ રૂપિયા લગાવો તો દર મહિને 1 લાખ રૂપિયા જેટલી કમાણી થઈ શકે છે. જેમાં તમારો પ્રોફિટ 35,000 થી 40,000 રૂપિયા સુધી હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube