Business opportunity: AMUL સાથે બિઝનેસ શરૂ કરો, મહિને 10 લાખ રૂપિયા કમાણી કરો, જાણો પૂરેપૂરી ડિટેલ

જો તમે તમારો પોતાનો વેપાર ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો હવે તમારો ઈન્તેજાર ખતમ થઈ ગયો સમજો. ડેરી પ્રોડક્ટ્સની ખ્યાતનામ કંપની અમૂલ (Amul) સાથે બિઝનેસ કરવાની તમને સુવર્ણ તક છે. અમૂલ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને બંપર કમાણી થઈ શકે છે. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવી એ ફાયદાનો સોદો છે. તેમાં કોઈ ઝંઝટ પણ નથી. 

Business opportunity: AMUL સાથે બિઝનેસ શરૂ કરો, મહિને 10 લાખ રૂપિયા કમાણી કરો, જાણો પૂરેપૂરી ડિટેલ

Business opportunity: જો તમે તમારો પોતાનો વેપાર ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો હવે તમારો ઈન્તેજાર ખતમ થઈ ગયો સમજો. ડેરી પ્રોડક્ટ્સની ખ્યાતનામ કંપની અમૂલ (Amul) સાથે બિઝનેસ કરવાની તમને સુવર્ણ તક છે. અમૂલ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને બંપર કમાણી થઈ શકે છે. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવી એ ફાયદાનો સોદો છે. તેમાં કોઈ ઝંઝટ પણ નથી. 

રોયલ્ટી વગર અને પ્રોફિટ શેરિંગ વગર મળશે Amul Franchise
અમૂલ કોઈ રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ વગર ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. એટલું જ નહીં અમૂલની ફ્રેન્ચાઈઝી લેવાનો ખર્ચો બહુ ખાસ નથી. તમે 2 લાખ રૂપિયાથી લઈને 6 લાખ રૂપિયાનો ખર્ચો કરીને અમૂલ સાથે વેપાર શરૂ કરી શકો છો. કારોબારની શરૂઆતમાં જ સારો એવો પ્રોફિટ મળી શકે છે. 

કેટલું થશે રોકાણ?
Amul બે પ્રકારની ફ્રેન્ચાઈઝી  ઓફર કરે છે. જો તમે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર કે અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા માંગતા હોવ તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યુરિટી તરીકે 25 હજાર રૂપિયા, રિનોવેશન પર 1 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ પર 75 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે. તેની વધુ જાણકારી તમને ફ્રેન્ચાઈઝીના પેજ પર મળી જશે.  અમૂલ ફ્રેન્ચાઈઝી સંલગ્ન માહિતી અને અરજી કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

અન્ય ફ્રેન્ચાઈઝીમાં 6 લાખનું રોકાણ
જો તમે અમૂલ આઈસ્ક્રિમ પાર્લર ચલાવવા માંગતા હોવ તો તેની ફ્રેન્ચાઈઝી માટે થોડું રોકાણ વધુ જરૂર પડે છે. આ માટે તમારે લગભગ 5-6 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેમાં બ્રાન્ડ સિક્યુરિટી તરીકે 50 હજાર રૂપિયા, રિનોવેશન માટે 4 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ માટે 1.50 લાખ રૂપિયા સામેલ છે. 

કેટલી થશે કમાણી?
અમૂલના જણાવ્યાં મુજબ ફ્રેન્ચાઈઝી દ્વારા મહિને લગભગ 5 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે. જો કે તે જગ્યા પર નિર્ભર કરે છે. અમૂલ આઉટલેટ લેવા પર  કંપની અમૂલ પ્રોડક્ટ્સના મિનિમમ સેલિંગ પ્રાઈઝ  (MRP) પર કમિશન આપે છે. જેમાં એક મિલ્ક પાઉચ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઈસક્રિમ પર 20 ટકા કમિશન મળે છે. 

અમૂલ આઈસ્ક્રિમ પાર્લરની કમાણી
અમૂલ આઈસ્ક્રિમ સ્કુપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસિપી બેસ્ડ આઈસ્ક્રિમ, શેક, પિઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમીશન મળે છે. જ્યારે પ્રી પેક્ડ આઈસક્રિમ પર 20 ટકા અને અમૂલ પ્રોડક્ટ્સ પર કંપની 10 ટકા કમીશન આપે છે. 

શું છે ફ્રેન્ચાઈઝી લેવાની શરત?
જો તમે અમૂલ આઉટલેટ લો તો તમારી પાસે 150 વર્ગ ફૂટની જગ્યા હોવી જરૂરી છે. જો આટલી જગ્યા હશે તો અમૂલ તમને ફ્રેન્ચાઈઝી આપશે. જ્યારે અમૂલ આઈસ્ક્રિમ પાર્લરની ફ્રેન્ચાઈઝી માટે ઓછામાં ઓછું 300 વર્ગ ફૂટની જગ્યા જરૂરી છે. તેનાથી ઓછી જગ્યામાં અમૂલ ફ્રેન્ચાઈઝી ઓફર નહી કરે. 

અમૂલ આપશે આ સપોર્ટ
અણૂલ તરફથી તમને LED સાઈનેઝ આપવામાં આવશે. તમામ ઈક્વિપમેન્ટ અને બ્રાન્ડિંગ પર સબસિડી અપાવવામાં આવશે. ઈનોગ્રેશન સપોર્ટ અપાશે અને વધુ પરચેઝ કરવા પર ડિસ્કાઉન્ટ આપશે. ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર અપાશે. પાર્લર બોય કે માલિકને ટ્રેનિંગ અપાશે. તમારા સુધી પ્રોડક્ટ પહોંચાડવાની જવાબદારી અમૂલની રહેશે. અમલ દરેક મોટા શહેર કે જિલ્લામાં હોલસેલ ડિલર્સ એપોઈન્ટ કરશે. તે હોલસેલ ડિલર્સ ફ્રેન્ચાઈઝીના પાર્લર સુધી પ્રોડક્ટ્સ પહોંચાડી શકશે. 

કેવી રીતે કરશો અરજી
જો તમારે ફ્રેન્ચાઈઝી માટે અરજી કરવી હોય તો તો તમે retail@amul.coop પર મેઈલ કરી શકો છો. સમગ્ર પ્રોસેસ અંગે જાણવા માટે અમૂલના આ લિંક ઉપર પણ ક્લિક કરી શકો છો.  http://amul.com/m/amul-scooping-parlours

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news